મિશન ગગનયાનનું સુકાન મહિલા વૈજ્ઞાનિક ડૉ. લલિથાબિંકા સંભાળશે

1602

સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી મિશન ગગનયાનનું એલાન કર્યુ હતુ. આ મિશન અનુસાર ભારત સ્વદેશી સ્પેસપ્રોગ્રામ દ્વારા માનવને ૨૦૨૨માં અંતરિક્ષમાં મોકલશે. વડાપ્રધાન મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટની જવાબદારી હવે એક મહિલાના હાથમાં છે. ઈસરોના આ ગગનયાન પ્રોજેક્ટનુ નેતૃત્વ ડૉ. લલિતાંબિકા કરશે. સ્પેસ મિશન ૨૦૨૨ અત્યારે એક નારીના નેતૃત્વમાં આગળ વધશે.  જોકે આ ઘણી મોટી બાબત છે. ડૉ. લલિતાંબિકા રોકેટ એન્જીનિયર છે અને ગત ૩૦ વર્ષથી ઈસરોમાં જ કાર્યરત છે. આ પ્રકારના મિશન માટે તે સૌથી પરફેક્ટ ઉમેદવાર છે. આવનાર દિવસોમાં જલ્દી જ લલિતથંબિકા પોતાની ટીમનું ચયન કરશે અને બે મહિનાની અંદર પહેલો પ્રોજેક્ટ રિપોર્ટ સોંપશે.

વડાપ્રધાન મોદીના એલાન બાદ ઈસરોએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ. ઈસરોના ચેરમેન કે. શિવને આ વિશે કહ્યુ હતુ કે દેશ માટે આ મોટુ એલાન છે. આપણને આ પ્રોજેક્ટને પૂરો કરવામાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા લાગશે.

જો ૨૦૨૨માં ભારતનું મિશન સફળ રહે છે તો આવું કરનારો તે ચોથો દેશ હશે. અગાઉ સોવિયત યુનિયન, અમેરિકા અને ચીન પોતાના એસ્ટ્રોનોટને પોતાના યાનથી અંતરિક્ષમાં મોકલી ચૂક્યા છે.