સેન્સેક્સમાં ૬૩૯, નિફ્ટીમાં ૧૯૨ પોઈન્ટનો મોટો કૂદકો

515

બીએસઈ સેન્સેક્સ પર ટેક મહિન્દ્રાના શેરમાં ૫.૬૫ ટકા, બજાજ ફાઈનાન્સના શેરમાં ૪.૨૧ ટકાનો ઊછાળો
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા.૨૨
સકારાત્મક વૈશ્વિક સંકેતોની વચ્ચે સ્થાનિક શેર બજાર ગુરૂવારે એક ટકાથી વધુની વૃધ્ધિ સાથે બંધ થયા. બીએસઈનો ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૬૩૮.૭૦ પોઈન્ટ એટલે કે ૧.૨૨ ટકાના ઊછાળા સાથે ૫૨,૮૩૭.૨૧ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. બીજી બાજુ એનએસઈ નિફ્ટી ૧૯૧.૯૫ પોઈન્ટ એટલે કે ૧.૨૩ ટકા વધીને ૧૫,૮૨૪.૦૫ પોઈન્ટ ના સ્તરે બંધ થયો. નિફ્ટી પર જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનનાન્સ, ભારતી એરટેલ અને બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ઊછાળો જોવા મળ્યો હતો. તો વળી એચયુએલ, એશિયન પેઈન્ટ્‌સ, બજાજ ઓટો, શિપ્લા અને એમએન્ડએમનાશેર લાલા નિશાન પર બંધ થયા હતા. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો એફએમસીજીને બાદ કરતા તમામ ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ પમ ૧.૫-૧.૫ ટકાની વૃધ્ધિ સાથે બંધ થયા. બીએસઈ સેન્સેક્સ પર ટેક મહિન્દ્રાના શેરમાં ૫.૬૫ ટકા, બજાજ ફાઈનાન્સના શેરમાં ૪.૨૧ ટકા, ભારતી એરટેલના શેરમાં ૩.૯૩ ટકા અને બજાજ ફિનસર્વના શેરમાં ૩.૭૨ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, એલએન્ડટી, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે ઈન્ડિયા, મારુતિ, ડોક્ટર રેડ્ડીસ, પાવર ગ્રિડ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, ટીસીએસ, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, એચસીએલ ટેક, આઈટીસી અને એક્સિસ બેંકના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. સેન્સેક્સ પર હિંદુસ્તાન યુનિલિવર લિમેટેડના શેરોમાં ૨.૨૭ ટકા, એશિયન પેઈન્ટ્‌સના શેર ૧.૭૩ ટકા, બજાજ ઓટોના શેર૧.૩૨ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ૦.૨૭ ટકાની ગિરાવટ સાથે બંધ થયા હતા. જ્યુલિયસ બીયરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિલિંદ મુચ્છલાએ કહ્યું કે સકારાત્મક વૈશ્વિક સંકેતો અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં સારા પરિણામોને લીધે ભારતીય બજારોએ સારી વાપસી કરી છે. તેમણે કહ્યું કે બજાર સ્પષ્ટ રૂપે એવા સ્ટોક કે સેક્ટરને હાથમાં લઈ રહ્યું છે કે જ્યાં આવકન આંકડા મજબૂત બન્યા છે, જ્યાં ગ્રોથની સંભાવનાઓ સારી જોવા મળી રહી છે. અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંઘાઈ, હોંગકોંગ, સિઓલ અને ટોક્યોમાં શેર બજાર ઊછાળા સાથે બંધ થયા. બીજી બાજુ યૂરોપિયન બજારોમાં બપોરના સત્રમાં તેજી જોવા મળી રહી હતી.