અમેરિકા કોરોના મહામારીને રોકવા માટે ખોટી દિશામાં જઇ રહ્યું છે

614

(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૨૬
અમેરિકાના ટોચના ચેપી રોગના નિષ્ણાંત ડો.ફૌચિએ ચેતવણી આપી છે કે અમેરિકા કોરોના મહામારીને રોકવા માટે ખોટી દિશામાં જઈ રહ્યું છે. અમેરિકામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. ખાસ કરીને તે લોકોમાં સંક્રમણ વધી રહ્યું છે જેઓએ અત્યાર સુધી વેક્સિન લીધી નથી. ડો. એન્થની ફૌચિએ કહ્યું કે, કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિએન્ટ તે વિસ્તારોમાં ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે, જ્યાં રસીકરણનો દર ઓછો છે. તેમને આગળ કહ્યું કે, વધતા કેસોને નજરમાં રાખતા સ્વાસ્થ્ય અધિકારીઓ દેશમાં બીજી વખત માસ્ક લગાવવાને લઈને ગાઈડલાઈન જાહેર કરવા પર વિચાર કરી રહ્યાં છે. એક તરફ જ્યાં દુનિયાના મોટાભાગના દેશોમાં માસ્કર લગાવવાના અત્યારે પણ નિયમ છે, ત્યારે અમેરિકાએ મે મહિનામાં જ માસ્ક ના પહેરવાની જાહેરાત કરી દીધી હતી. અમેરિકન અધિકારીઓએ જાહેરાત કરી હતી કે, “વેક્સિન લઈ ચૂકેલા લોકો હવે મોટા ભાગના વિસ્તારો પર માસ્ક વગર જ રહી શકે છે. અમેરિકામાં કોરોનાના વધતા કેસોને જોતા ડો. ફૌચિએ કહ્યું કે જે લોકોને સંક્રમણ હોવાનો ખતરો વધારે છે, તેમને બૂસ્ટર વેક્સિન આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. ફૌચિએ રવિવારે સીએનએનને જોતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકામાં જે લોકોને રસી આપવામાં આવી નથી તેમના માટે કોરોના વાયરસની સ્થિતિ મહામારી બનતી જઈ રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, અમેરિકામાં ૪૯% આબાદીને રસીના સંપૂર્ણ ડોઝ મળી ચૂક્યા છે. એપ્રિલ મહિના સુધી રસીકરણને લઈને અમેરિકા આખી દુનિયામાં ટોચ પર હતુ પરંતુ એપ્રિલ પછી અહીં રસીકરણના દરમાં ઘટાડો આવવા લાગ્યો છે. અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં રસીકરણનો દર વિશેષ રૂપથી ઓછો છે. જ્યાં અડધાથી પણ ઓછા લોકોએ વેક્સિન લીધી છે, તે પણ માત્ર પ્રથમ ડોઝ. મે અને જૂનમાં રસીકરણના દરમાં ઘટાડા પછી પ્રતિદિવસ આવનારા કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે.

Previous articleપેગાસસ જાસૂસી કાંડઃ મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરી
Next articleવડોદરામાં વેપારીને લાલચ ભારે પડીઃ ૨.૦૮ કરોડ ગુમાવવાનો વારો આવ્યો