ફોરેન્સિક યુનિવર્સિટીમાં વિદેશી તાલીમાર્થીઓનું સન્માન કરાયુ

478

ગુજરાત ફોરેન્સિક સાયંસીસ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ITEC પ્રોગ્રામ હેઠળ  ૧૬૧ દેશોના પોલીસ અધિકારીઓ તેમજ સુરક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓને ફોરેન્સિકના વિવિધ વિષયો ઉપર તાલીમ અર્થે મોકલવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ૧૫ દેશોના ૨૫ પોલીસ અધિકારીશ્રીઓને તા. ૨૪/૦૬/૨૦૧૯ થી ૦૫/૦૭/૨૦૧૯ દરમ્યાન “Advanced Methods of Crime વિષય ઉપર તાલીમ અર્થે મોકલવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી  જવાહર ચાવડાએ આ તાલીમના વિદાય સમારંભમાં હાજરી આપી તેમણે  ગુજરાતમાં વિવિધ ઐતિહાસિક જોવાલાયક સ્થળો અને ગુજરાતની ઐતિહાસિક ભવ્યતા વિષે તાલીમાર્થીઓને માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હતા.

તદુપરાંત બાંગ્લાદેશના ૧૦ સિનિયર પોલીસ અધિકારીઓએ ગુજરાત ફોરેન્સિક સાયંસીસ યુનિવર્સિટી ખાતે  હાલમાં “Computer Froensics and Cyber Security” ” વિષય પર તાલીમ હેઠળ છે.  જવાહર ચાવડાએ આ તમામ વિદેશના તાલીમાર્થીઓને સ્ટેચ્યું ઓફ યુનિટીના મોમેન્ટોનું વિતરણ કરી અને તેમને જણાવ્યુ કે દુનિયાનું સૌથી ઉચામાં ઊચું સ્ટેચ્યું ઓફ યુનિટી ગુજરાત ખાતે ઊભું કરવામાં આવેલ છે. જે માન. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું છે કે જે ગુજરાત ના સૌપ્રથમ ગૃહમંત્રીશ્રી હતા અને જે લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આ પ્રસંગે ગુજરાત ફોરેન્સિક સાયંસીસ યુનિવર્સિટીના મહાનિયામક ડૉ. જે. એમ. વ્યાસ એ વિશ્વની સૌપ્રથમ ફોરેન્સિક સાયંસીસ યુનિવર્સિટીમાં ચાલતી વિવિધ પ્રવૃતિની માહિતી આપી.

Previous article૨ વર્ષમાં ૨૦૭ બાળકો ગુમ; ૧૬૭ પરત ફર્યા, મોટાભાગના કિસ્સામાં પ્રેમપ્રકરણ જવાબદાર
Next articleજિલ્લામાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરુ કરી