બાબરાનાં ઉમિયાનગરનાં રહેણાંકી મકાનમાં તસ્કરી

471

બાબરા માં અદનું નામ ધરાવતા માલેતુજાર ના રહેણાંક મકાન માં ગત રાત્રે તસ્કરો દ્વારા પોતાનો કસબ અજમાવી અંધારામાં ગાયબ થયા ની ઘટના બાદ આજે ઉમિયા નગર સ્થિત સવાર ના સમયે જાજરમાન બંગલા નજીક લતાવાસી લોકો ટોળે વળ્યા હતા અને બંગલા માંથી ચીજ વસ્તુ ની ચોરી થયા અંગે શહેર માં વ્યાપક ચર્ચા સહિત ચોરી થયેલા સ્થળ ના ફોટો વાયરલ થયા હતા.

પરંતુ બંગલા માલિકે પોતાના ઘર ની ચોરી તેના માટે મામુલી હોવાનું અને પોલીસ લપ માં નહી પડવા નું મન મનાવી ચોરી નો બનાવ પોલીસ પોથી માં નોંધવા માટે નનૈયો દર્શાવતા લતાવાસી પણ અચંબિત થયા હતા.

બાબરા વિસ્તાર માં શિમ ચોરી ઘરફોડ ચોરી ગ્રામ્ય વિસ્તાર સહિત બાઈક ચોરી સહિત બુધવારી બઝાર માં અવાર નવાર સરસામાન ની ચોરી ના બનાવો બનવા પામે છે ત્યારે મધ્યમ વર્ગ ના લોકો ની જીણા મોટી ચોરી અરજી ઉપર પોલીસ મસ મોટું પેપર વેઇટ મૂકી રાખે અને માલેતુજારો પોતાના બંગલા માં ચોરી થવા છતાં ફરિયાદ નોંધવા માં રસ દાખવતા નહી હોવાથી ઉલટી ગંગા જેવી સ્થિતિ નિર્માણ થતી હોવાનું સ્થાનીક ચર્ચા માં આવ્યું છે.

Previous articleભારે ઉત્સાહની વચ્ચે ભાજપ સભ્ય નોંધણી શરૂ
Next articleઅમિત જેઠવા કેસ : દીનુ બોઘા સહિત તમામ ૭ દોષિત