તક્ષશિલા અગ્નિકાંડઃ મૃતકોના અસ્થિનું પૂજન કરાયું, શહીરજનો હિબકે ચડ્યા

460

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ૨૪મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં ૨૨ જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે ૨૨ મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ શહેરીજનો હિબકે ચડ્યાં હતાં અને કાળમુખી દુર્ઘટના ફરી તાજી થઈ હતી.

અસ્થિ યાત્રા શાંતિપૂર્ણ રીતે તક્ષશિલાથી શરૂ થઈને યોગીચોક, સ્પીનિંગ મીલ અને મીનીબજાર થઈને ખોડિયાર નગર રોડથી નીકળી વલ્લાભાચાર્ય રોડ થઈને હીરાબાગ થઈ તક્ષશિલાએ ફરી સમાપનનો કાર્યક્રમ યોજાયો. અસ્થિયાત્રામાં દરેક મૃતકનો રથ અને તેમના નામનું પ્લેકાર્ડમાં સ્લોગન સાથે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. અસ્થિના લોકો દર્શન કરી શકે અને તમામ લોકો આ દુર્ઘટનાથી જાગૃત થાય ફરી આ રીતની દુર્ઘટના ન બને તે હેતુથી અસ્થિયાત્રા યોજવામાં આવી છે.

તક્ષશિલાથી નીકળેલી અસ્થિયાત્રાના મૃતકોને સોસાયટી-સોસાયટીએ લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી. ભારે હૈયે ગુમાવેલા માસૂમોની ફરી યાદ તાજી થઈ ગઈ હતી અને ફરી આ પ્રકારની દુર્ઘટના ન બને તેવી માંગ સાથે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Previous articleકાંકરિયા કબડ્ડીનું મેદાનમાં બે ટીમો વચ્ચે મારામારીઃ ખુરશીઓ ઉછળી
Next articleડીસાના રસાણા ગામ પાસે માલગાડીની અડફેટે યુવાનનું મોત