સોમનાથ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે 

978
guj1322018-7.jpg

સોમનાથ મંદિર ખાતે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવાની તમામ તૈયારી હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે શિવરાત્રીના પાવન પ્રસંગે સોમનાથજીના દર્શનાથીઓની કતારો લાગે તેવી શક્યતા છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચનાર છે. વહેલી પરોઢે મંદિર દ્વાર ખુલ્યા બાદ જય સોમનાથના નાદ સાથે ભાવીકોનો માનવમહેરામણ ઉમટી પડશે.  લોકો બિલિપત્રો, ફુલહાર સાથે મહાદેવને રિઝવા સોમનાથ પહોચી રહ્યા છે.  પ્રાતઃઆરતીમાં  ટોચના લોકો સામેલ થાય તેવી શક્યતા પણ છે.  સતત ૪૨ કલાક અખંડ મહામૃત્યુજય યજ્ઞ, તત્કાલ શિવપુજન, પાલખી યાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકોે જોડાઈ સોમનાથ મહાદેવની કૃપાપ્રાપ્ત  કરનાર છે.  સોમનાથ મંદિર ખાતે દર્શનાથે પ્રધાનો પણ પહોંચે તેવી શક્યતા છે. દર વર્ષે કેટલાક પ્રધાનો પણ પહોંચે છે.    સોમનાથ ટ્રસ્ટના વિવિધ દાતાઓના સહયોગથી અલગ અલગ રીતે પ્રસાદ ફલાહાર જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી  રહી છે.   જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. શિવરાત્રીને લઇને સોમનાથમાં તડામાર તૈયારી ચાલી રહી હતી.   ભારતના ૧૨ જ્યોતિર્લીંગ પૈકી પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.  સોમનાથ મંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું છે. શિવરાત્રીના પાવન દિવસે મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.એમ માનવામાં આવે છે કે શિવરાત્રીના દિવસે જ દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો. પ્રથમ જ્યોતિર્લીંગ પણ શિવરાત્રીના દિવસે જ પ્રગટ થયું હતું.