જાફરાબાદ ખાતે ઈદે મિલાદ નિમિત્તે નિકળેલું શાનદાર ઝુલુસ

844
guj3122017-1.jpg

આજરોજ જાફરાબાદ ખાતે ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હઝરત મહંમદ પયગંબર સાહેબનો વિલાદત નિમિત્તે એક ઝુલુસ નિકળેલ હતું. આ ઝુલુસમાં નાના-મોટા સર્વે મુસ્લિમ બિરાદરો અને નાના બાળકો વિવિધ પહેરવેશમાં સામેલ થયા હતા. આ ઝુલુસમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી. નાના-મોટા સર્વ કોઈ આકર્ષક પહેરવેશમાં ઈસ્લામ ધર્મના ઝંડાઓ લઈને ડી.જે.ના તાલે કોઈ ઝુમી ઉઠ્યા હતા. દરેક લોકોએ આપસમાં જશ્ને ઈદે મિલાદુન્નબીની મુબારકબાદી આપતા હતા અને નાના બાળકોને મિઠાઈ, ચોકલેટો, ઠંડાપાણી અને સરબતોની વહેંચણી કરવામાં આવી હતી. આ ઝુલુસમાં જાફરાબાદની શીરબંધી નેસડી જમાત, ભાડેલા જગત, તુર્કી જમાત, મન્સુરી જમાત અને ફકીર જમાતનાં તમામ અગ્રણીઓ જોડાયેલા હતા. વિશાળ જનસંખ્યામાં લોકો જોડાયો હતો. ખુલ્લા વાહનો ઉંટગાડીઓ, રીક્ષાઓ વિગેરેમાં ઈસ્લામ ધર્મના મૌલાના, મૌલવીઓ વિગેરે બેઠા હતા. ઝુલુસમાં તકરીર કરવામાં આવી હતી. આ ઝુલુસ એક કિલોમીટર જેટલી લાંબી હતી. આમાં તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને મુબારકબાદી આપતા હતા.

Previous articleગુજરાતમાં ગુનાહિત ઈતિહાસવાળા ઉમેદવારોને બંન્ને પક્ષોએ ટીકિટ આપી
Next articleખાંભા તાલુકાના ક્ષત્રિય રાજપૂતો દ્વારા ચેતનભાઈ શિયાળનું સન્માન કરાયું