ખાંભા તાલુકાના ક્ષત્રિય રાજપૂતો દ્વારા ચેતનભાઈ શિયાળનું સન્માન કરાયું

753
guj3122017-2.jpg

ખાંભા તાલુકાના સાળવા સ્ટેટ ચોવીસી તમામ ક્ષત્રિય રાજપૂતો દ્વારા હીરાભાઈ સોલંકીને ખુલ્લું સમર્થન આપતા સમસ્ત ક્ષત્રિય રાજપૂત યુવા સંગઠન તેમજ જાફરાબાદ, ખાંભા, ઉના, ઘાટવડ સુધીના પ્રમુખ બાલુભા દાસાજી ગોહિલ દ્વારા હીરાભાઈના પ્રતિનિધિ ચેતનભાઈ શિયાળનું સન્માન કરાયું હતું.
 ખાંભા તાલુકાના સાળવા સ્ટેટ ચોવીસીના તમામ ક્ષત્રિય રાજપૂતો તેમજ સાળવા ચોવીસી સ્ટેટના સમસ્ત ક્ષત્રિય રાજપૂત યુવા સંગઠન દ્વારા હીરાભાઈ સોલંકીને સમર્થન અપાયું તેમજ યુવા સંગઠનના પ્રતિનિધિ ટીંબીના સરપંચ પ્રદ્યુમનસિંહ કરશનભા ગોહિલ, વડલીથી જશુભા વાળા તેમજ બહોળી સંખ્યામાં સમસ્ત ક્ષતેરૅીય યુવા સંગઠનના રાજપૂતો હાજર રહેલ તેમજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ જાફરાબાદ, ખાંભા, ઉનાથી ઘાટવડ સુધીના સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાલુભા દાસાજી ગોહિલ દ્વારા હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ અને અમરેલી જિલ્લા મંત્રી ચેતનભાઈ શિયાળનું સન્માન થયેલ.

Previous articleજાફરાબાદ ખાતે ઈદે મિલાદ નિમિત્તે નિકળેલું શાનદાર ઝુલુસ
Next articleચૂંટણી ફરજમાં વ્યસ્ત કર્મીઓનું મતદાન