ગુજરાતમાં ગુનાહિત ઈતિહાસવાળા ઉમેદવારોને બંન્ને પક્ષોએ ટીકિટ આપી

808
gandhi3122017-3.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ વિધાનસભા બેઠકો ઉપર જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યાં ચૂંટણી જંગમાં ઝંપલાવનારા કુલ ૯૨૩ ઉમેદવારો પૈકી ૧૩૭ એટલે ૧૫ ટકા ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. જે પૈકી ૭૮ એટલે ૮ ટકા ઉમેદવારો સામે ખૂન, અપહરણ, મહિલા સામેના ગુના જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
ભાજપના ૮૯ પૈકી ૩૧ એટલે ૨૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી ગુનાઓ છે, જે પૈકી ૧૦ ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. 
કોંગ્રેસના ૮૬ એટલે ૩૬ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો છે, જ્યારે ૨૦ ઉમેદવારો ગંભીર ગુનામાં સંડોવાયેલા છે જ્યારે બસપાના ૬૦ પૈકી ૮ ઉમેદવારો સામે, એનસીપીના ૨૮ પૈકી ૩ ઉમેદવારો સામે, આપના ૧ ઉમેદવાર તેમજ અપક્ષ તરીકે ૩૪ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.ભગવાન બારડ – તલાલા,  હર્ષદ રિબડિયા – વિસાવદર, કુંવરજી બાવળીયા – જસદણ, વી.કે.હુંબલ – અંજાર, કચ્છ, ભીખાભાઈ જોશી, જૂનાગઢ કિશોર પિંગોલ – ગાંધીધામ, કચ્છ, વિરજી ઠુમ્મર- લાઠી, અમરેલી, મંગલ ગાવિત – ડાંગ,  જીવણ કુંભારવાડિયા – જામનગર, સુરેશ હળપતિ – ગણદેવી, મોહમ્મદ પીરઝાદા – વાંકાનેર,  ઈન્દ્રનીલ રાજ્યગુરુ – રાજકોટ, જવાહર ચાવડા – જૂનાગઢ, વિમલ ચુડાસમા – સોમનાથ, સતીષ પટેલ – ઉધના, સુરત,જીતુ ચૌધરી – કપરાડા,  અનિલ ભગત – અંકલેશ્વર,  ભાવેશ ભુંભળિયા – કરંજ, સુરત,  અશોક લાલ – જામનગર, પ્રદ્યુમનસિંહ જાડેજા – અબડાસા, પરેશ ધાનાણી – અમરેલી, મેરામણ આહિર – દ્વારકા,  લલિત વસોયા – ધોરાજી, આદમ ચાકી – કચ્છ,  અર્જુન ખટારિયા – ગોંડલ. અમરિશ ડેર – રાજુલા,  વિક્રમ માડમ- ખંભાળિયા,યોગેન્દ્રસિંહ બાકરોલા – સુરત,  કનુ બારૈયા – તળાજા,  અનંત પટેલ – વાંસદા,  અર્જુન મોઢવાડિયા – પોરબંદર.