વલ્લભીપુરનાં કાનપર ગામનાં રાજપૂત યુવાન જમ્મુ-કાશ્મીરમાં શહિદ થયા

868

ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા કારડીયા રાજપૂત યુવાન જમ્મુ-કાશ્મીરમાં શહિદ થયા છે. આવતીકાલે ગુરૂવારે શહિદ જવાનનાં પાર્થિવ દેહને તેમના વતન કાનપર ગામે લવાશે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં કાનપર ગામે રહેતા અને છેલ્લા આઠ વર્ષથી ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવતા કારડીયા રાજપૂત સમાજના યુવાન દિલીપસિંહ વિરસંગભાઇ ડોડીયા (ઉ.વ.૨૮) જમ્મુ કાશ્મીરનાં અખનુર સેકટરમાં ફરજ બજાવતા દરમ્યાન શહિદ થયા હતા. આ સમાચાર મળતા તેમના વતન કાનપર ગામમાં તથા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. શહિદ જવાન દિલીપસિંહના પાર્થિવ દેહને તેમનાં વતન લવાશે અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમ વિધી કરવામાં આવશે.

શહિદ જવાન દિલીપસિંહ ડોડીયા છેલ્લા આઠ વર્ષથી ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવે છે. હાલ અખનુર સેકટરમાં ફરજ બજાવતા હતા. તેમના કાકા પણ આર્મીમાં હતા અને શહિદ થયા હતા. દિલીપસિંહને સંતાનમાં ચાર વર્ષની એક દિકરી છે. તેઓ ત્રણ બહેનોનં એક ના એક ભાઇ હતા. તેમની શહીદીથી પરિવારમાં શોક છવાયો છે.

Previous articleદરિયાઈ માર્ગથી હેરાફેરીને રોકવા સરકાર પૂર્ણ કટિબદ્ધ
Next article‘વરસાદનો છે સાદ નહિ કરો પાણી બરબાદ’