નારી ચોકડીએથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

1277

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે સાંજના સમયે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ તથા સ્ટાફના માણસો વલ્લભીપુર પો.સ્ટે.ના અનડીટેકટ ગુન્હાના કામે નારી ચોકડી ખાતે તપાસમાં હતા દરમ્યાન રાજસ્થાન પાર્સીગનો એક શંકાસ્પદ ટ્રક આવતા જેની તપાસ કરવા જતા ટ્રકમાં બેઠેલ કુલ-ત્રણ ઇસમો ભાગવા લાગતા જેમાંથી બે ઇસમોને પકડી પાડેલ અને શિહોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.આર. સોલંકી તથા સ્ટાફના માણસો સાથે ટ્રક ચેક કરતા ટ્રકમાં ઉપરના ભાગે પાવડરની થેલીઓ હોય જેની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૬૮૬, બોટલ નંગ-૮૨૩૨ કી.રૂ. ૨૪,૬૭,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કી.રુ.૩૫૦૦/-, ટ્રક-૧ કી.રૂ-૧૦,૦૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા-૨૫૪૦/-, તાલપત્રી-ર કી.રુ.૨૦૦/- તથા પાવડર ભરેલ થેલી નંગ-૧૬૦ વિ. મળી કૂલ કી.રુ.૩૪,૭૪,૦૪૦/- ના મુદ્દામાલ સાથે  આરોપી ધરમસીંગ જવાહરસીંગ રાજપૂત ઉ.વ. ૨૭ રહે. ગામ અયાતરી તા. કુંભલગઢ (રાજસ્થાન), છેલસીંગ છોગસીંગ રાજપૂત ઉ.વ.૫૫ રહે. ગામ કેરાલ પોસ્ટ રોડલા, ઝાલોર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડેલ હતા અને ઉપરોકત દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ રહે.જોધપુર તથા દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ રહે. વરતેજવાળો તથા રેઇડ દરમ્યાન એક ઇસમ નાસી ગયેલ હોય તમામ ઇસમો વિરૂધ્ધ શિહોર પો.સ્ટે.ના હેડકોન્સ. રાજેન્દ્રસિંહ એન. ગોહીલેે  પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આમ વરતેજમાં ઇગ્લીંશ દારૂનો મસમોટો જથ્થો ઉતરે તે પૂર્વે જ પોલીસે ઝડપી લીધો હતો.

Previous articleસિહોર પો.સ્ટે.ના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
Next articleનેહા ભસીન – દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર માટે નસીબદાર માસ્કોટ