સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જીવંત વીજ પ્રવાહ વહેતા દોડધામ મચી

424

વહેલી સવારે સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો. વીજ પ્રવાહ લિકેજની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. અને ટોરેન્ટ પાવરના વાયરમેન દોડી આવ્યા હતા.અને ફોલ્ટ શોધવા વીજ કંપનીની ટીમના માણસોએ પ્રયાસ હાથ ધર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં વીજ પ્રવાહ લિકેજની ઘટના સામે આવી હતી. મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી. અને ટોરેન્ટ પાવરના વાયર મેન દોડી આવ્યા હતા. અને ખોદીને તપાસ કરવામાં આવતા કેબલ સ્ટ્રીટ લાઈટનો હોવાની શક્યતાઓ સેવવામાં આવી છે. હાલ તો ટોરેન્ટ પાવરના વાયરમેને ફોલ્ડ રિપેર કરી દીધો છે. દરમિયાન ખટોદરા પોલીસની પીસીઆર વાન પણ સલામતીના ભાગ રૂપે આવી હતી.

Previous articleખેડુતોને મોટી રાહત : દાળની આયાતને ઓછી કરવા ફેંસલો
Next articleતમિલનાડુ જળસંકટઃ ૨૫ લાખ લીટર પાણી લઇ ટ્રેન પહોંચી ચેન્નઈ