ખુશ્બુના અંતિમ સંસ્કાર વેળા માતા-પિતાની હાલત બગડી

1380

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં દરરોજ નવા ખુલાસા અને નવી વાતો સાથે રહસ્ય ઘૂંટાતુ જાય છે. બીજીબાજુ, મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબારના મૃતદેહને તેના વતન જામજોધપુર લાવવામાં આવ્યો હતો. ત્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમના ભાઈ અમરનાથ યાત્રાએ ગયા હોવાથી તેમના આવ્યા પછી  અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમયાત્રા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતો. અંતિમયાત્રા સમયે મૃતક ખુશ્બુના માતા આઘાતથી બેભાન થઈ ગઇ હતી અને પિતા પણ બે વખત ઢળી પડ્‌યા હતા. પરિવારના આધારસ્તંભ સમાન પુત્રીના આકસ્મિક મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, આ સમગ્ર અંતિમવિધિમાં ખુશ્બૂનો મિત્ર એટલે કે વિવેક કુછડીયા પણ હાજર રહ્યો હતો. જે સમગ્ર કેસમાં શંકાના દાયરામાં છે. ખુશ્બુ કાનાબારની અંતિમયાત્રામાં સ્થાનિક ગ્રામજનો સહિતના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર કેસમાં પોલીસને ખુશ્બુના સહકર્મી એએસઆઇ વિવેક કુછડીયાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. વિવેક કુછડિયા ખુશ્બુનો બેચમેટ હતો અને પોલીસને તપાસમાં તેની પાસેથી ફ્‌લેટની બીજી ચાવી મળી આવી છે. પોલીસને આશંકા છે કે આ કેસ આપઘાતનો નથી પરંતુ હત્યાનો છે કે કેમ તેથી પોલીસ તમામ પાસાઓને ચકાસીને અત્યંત ઝીણવટભરી રીતે અને એફએસએલની મદદથી વૈજ્ઞાનિક ઢબે તપાસ ચલાવી રહી છે. પોલીસે આ કેસમાં સીસીટીવીની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ખુશ્બુના નિવાસ સ્થાને મોડીરાતે એક શંકાસ્પદ કારે આવનજાવન કર્યુ હતું.

પોલીસને આ કાર એએસઆઇ વિવેક કુછડિયાની હોવાની આશંકા છે. પરિણીત રવિરાજસિંહ અને અપરિણીત ખુશ્બુના પ્રેમપ્રકરણમાં બંને એક નહીં થઇ શકે તે મુદ્દે બોલાચાલી થતાં મામલો હત્યા કે આપઘાત સુધી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. એફએસએલની ટીમ પહોંચી તે પહેલા પોલીસે બંનેના મૃતદેહો મૂળ સ્થિતિથી હટાવી દૂર કરી દીધા હતા. મહિલા એએસઆઇ ખુશ્બુ આંતરવસ્ત્ર પહેરેલી હાલતમાં હતી. સ્પર્મ સહિતના સેમ્પલો એફએસએલમાં મોકલાયા છે. ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે થયેલી વોટ્‌સઅપ ચેટ પણ કાઢીને ચેક કરવામાં આવી રહી છે. પોલીસે શંકાસ્પદ તમામ લોકોના નિવેદન અને પૂછપરછ કરી કેસની ખૂટતી કડીઓને જોડવાનો પ્રયાસ કરી સમગ્ર પ્રકરણમાં સત્ય બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે.

૩૨ નવનિયુક્ત છજીૈંની રિવોલ્વરને પરત ખેંચાઈ

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના ચકચારભર્યા કેસ બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટમાં તમામ નવનિયુક્ત ૩૨ એએસઆઇની સર્વિસ રિવોલ્વર પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. જો કે, આ નિર્ણયને પગલે રાજકોટ એએસઆઇ વર્તુળમાં થોડી નારાજગીની લાગણી પણ ફેલાઇ ગઇ હતી. રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના ચકચારભર્યા કેસને પગલે તાજેતરમાં જ રાજકોટ પોલીસ કમિશનરે એએસઆઇ સહિતના સંબંધિત પોલીસ અધિકારીઓને ડયુટી  સમાપ્ત થયા બાદ સર્વિસ રિવોલ્વર જમા કરાવવા ફરમાન જારી કર્યું હતું.

આ નિર્ણયને હજુ બે દિવસ પણ નથી થયા ત્યાં રાજકોટ પોલીસ કમિશનરે શહેરના ૩૨ નવનિયુકત એએસઆઇની રિવોલ્વર પરત ખેંચવાનો નિર્ણય જારી કર્યો હતો. અલબત્ત, પોલીસ કમિશરને આ નિર્ણયમાં તકેદારીના ભાગરૂપે તમામ એએસઆઇની સર્વિસ રિવોલ્વર પરત ખેંચવાનું મુનાસીબ માન્યુ છે. બીજીબાજુ, રાજકોટ પોલીસ કમિશનરના આ નિર્ણયના પગલે નવનિયુકત એએસઆઇ બેડામાં થોડી નારાજગીની લાગણી પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની રિવોલ્વરથી ફાયરીંગ કરી આત્મહત્યા કરેલી લાશ મળવાના ચકચારી પ્રકરણમાં સમગ્ર રહસ્ય દિવસે ને દિવસે ઘેરૂ બનતું જાય છે. ખુશ્બુ અને મૃતક રવિરાજસિંહને પ્રેમપ્રકરણ તો હતું જ પરંતુ તેના સાથી બેચના વિવેક કુછડીયા સાથે પણ ખુશ્બુને ગાઢ મિત્રતા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આવાસ ક્વાર્ટરમાં ખુશ્બુ જ્યા ભાડે રહેતી તેના ફ્‌લેટની એક ચાવી વિવેક કુછડીયા પાસે પણ રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે, તેથી તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થવાની શકયતા છે.

Previous articleટેકનોલોજીની મદદથી દુધાળા પશુઓની સંખ્યા હવે વધારાશે
Next articleઅમદાવાદ : કાંકરિયામાં રાઇડ તુટી પડતા બે મોત, ૨૯ ઘાયલ