કુમારસ્વામી ૧૮મીએ વિધાનસભામાં વિશ્વાસ મત પુરવાર કરશે : સિદ્ધારમૈયા

344

કર્ણાટકમાં રાજનીતિક સંકટ હજુ વધારે સમય સુધી ચાલી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ એલાન કર્યું કે, ૧૮ જુલાઈના રોજ વિધાનસભામાં વિશ્વાસમત પર ચર્ચા થશે. સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, સીએમ એચડી કુમારસ્વામીએ વિધાનસભાની અંદર વિશ્વાસ પ્રસ્તાવ મુક્યો અને ૧૮ જુલાઈએ તેના પર ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસે ૩ દિવસ બાદ વિશ્વાસમત પર ચર્ચાક રવાનું એલાન કરીને એક તીરથી અનેક શિકાર કરવાની કોશિશ કરી છે. તે પહેલાં કુમારસ્વામીએ કહ્યું કે, તે કોઈપણ સમયે વિશ્વાસમત માટે તૈયાર છે.

સુપ્રીમ કોર્ટ કોંગ્રેસ અને જેડીએસના બાગી ધારાસભ્યોની અરજી પર મંગળવારે સુનાવણી કરશે. માનવામાં આવી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ આજ દિવસે પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. તેને જોતાં કોંગ્રેસે વિશ્વાસમત માટે ૧૮ જુલાઈનો સમય નક્કી કર્યો છે. તેનાથી કોંગ્રેસ-જેડીએસને એક ફાયદો એ થશે કે, તેમને કુમારસ્વામીની સરકાર બચાવવા માટે વધારે સમય મળશે.

તો બીજી બાજુ બીજેપી કર્ણાટકમાં તત્કાલ વિશ્વાસમત પર વોટ કરાવવાની માગ કરી રહી છે. જો કે વિધાનસભાના અધ્યક્ષે વિશ્વાસમતને ત્રણ દિવસ સુધી ટાળીને સરકાર બચાવવાની અંતિમ કોશિશ કરી છે. અને જો સુપ્રીમ કોર્ટ મંગળવારે સ્પીકરને સ્વતંત્રાપૂર્વક કામ કરવાની અનુમતિ આપે છે તો ગઠબંધન સરકારને મદદ મળશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્પીકર બાગી ધારાસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. સ્પીકર પાસે પક્ષપલ્ટા વિરોધી કાનૂન હેઠળ અમુક ધારાસભ્યોના અયોગ્ય ઘોષિત કરવાની પણ સત્તા છે.

બીજી તરફ રાજીનામુ આપનારા કર્ણાટકના ૧૬માંથી ૧૪ ધારાસભ્યો મુંબઈની રેનેસાં હોટલમાં છે. સોમવારે તેઓએ કહ્યું કે કોંગ્રેસ અમને પ્રભાવિત કરવાના તેમજ ડરાવવાના પ્રયાસો કરે છે. ધારાસભ્યોએ મુંબઈ પોલીસને પત્ર લખીને બીજી વખત સુરક્ષાની માગ કરી છે. પત્રમાં લખ્યું છે કે ગુલામનબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે સહિતના વરિષ્ઠ નેતાઓ કે કર્ણાટક કોંગ્રેસના નેતાઓને મળવા નથી ઈચ્છતા, તેનાથી અમને જોખમ છે. સુરક્ષાના મુદ્દે કોંગ્રેસના નેતાઓ વિરૂદ્ધ બળવાખોર નેતાઓ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે.

પત્ર પર સહિ કરનાર ધારાસભ્યોમાં શિવરામ હેબ્બર, બીસી પાટિલ, મહેશ કે, વિશ્વનાથ, મુનિરત્નમ, નારાયણ ગૌડા, આર શંકર, એચ નાગેશ, પ્રતાપ પાટિલ, ગોપાલૈયા, રમેશ જે, એમટીબી નાગરાજ, સોમશેખર અને બાસવરાજ સામેલ છે.

Previous articleટેક્નિકલ ખામી સર્જાતા ચંદ્રયાન-૨નું લોન્ચિંગ સ્થગિતઃ નવી તારીખ જાહેર થશે
Next articleહિમાચલમાં બહુમાળી રેસ્ટોરાં ધરાશાયી  સેનાનાં ૧૩ જવાનો સહિત ૧૪નાં મોત