પ્રાથમિક માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરાશે

440

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના કુલ ૫૨ એવોર્ડ આપવામાં આવનાર છે. જે માટે વિવિધ કેટેગરી માટે શિક્ષકોની ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની કામગીરીનું સતત મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ, ઓનલાઇન હાજરી, કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ સહિતની વિવિધ પ્રવૃત્તિઓથી શિક્ષકોની ઉપર નજર રાખવામાં આવે છે. એટલું  જ નહીં તેમની કામગીરીનું મુલ્યાંકન  કરાય છે.

આવી સ્થિતિમાં શિક્ષકોમાં શ્રેષ્ઠતાની હરિફાઇ થાય અને આ હરિફાઇથી શિક્ષણ કાર્ય સુધરે તે માટે છેલ્લા બે વર્ષથી શ્રેષ્ઠ શિક્ષકનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે પણ આ પ્રકારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને સન્માનિત કરવામાં આવનાર છે. જે માટે શિક્ષણ વિભાગે શિક્ષકો પાસેથી ઓનલાઇન અરજી મંગાવી છે.

તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની વિવિધ કેટેગરી માટે પાંચથી પંદર વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો અરજી કરી શકશે. જો કે શિક્ષકોની અરજી આવ્યા બાદ તાલુકા અને જિલ્લાની પસંદગી સમિતિ સ્ક્રુટીની કરશે અને લાયક ઉમેદવારનું નામ પસંદ કરશે.

Previous articleતળાવના ખોદકામ વખતે અસંખ્ય મૂર્તિઓ મળી આવતા ભારે કુતૂહલ સર્જાયું
Next articleમનપામાં કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિના મુદ્દે ઉપવાસની ચીમકી