બે કોમ્પલેકસ, એક હોસ્પિટલને ગેરકાયદે માટી પુરાણ મુદ્દે ૧૭.૪૫ લાખનો દંડ

524

સિદ્ધપુરની ઉમરૂ ચોકડી નજીક બે કોમ્પ્લેક્સ એક હોસ્પિટલ અને એ પ્લોટ ની કોમર્શિયલ જગ્યા માં ગેરકાયદે માટીનું પુરાણ કરાતાં પાટણ ખાણ અને ખનીજ વિભાગની ટીમે સ્થળ પર માપણી કરીને કુલ રૂ ૧૭.૪૫ લાખ નો દંડની નોટિસ આપી છે. જોકે કયા સ્થળે ખનન કરી ગેરકાયદેસર રીતે માટી લાવવામાં આવી છે તે બાબતે તંત્ર હજુ અજાણ છે પરંતુ નોટિસમાં આ બાબતનો ખુલાસો પુછવામાં આવ્યો છે.

સિદ્ધપુરના ઉમરૂ ચોકડી નજીક કોમર્શિયલ જગ્યામાં બનાવવામાં આવી રહેલા કોમ્પલેક્ષમાં ગેરકાયદે માટી પુરાણ કરવામાં આવતુ હોવાની ખાણ અને ખનીજ વિભાગ પાટણને ફરિયાદ મળી હતી જેને પગલે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી યસ જોશીએ તેમની ટીમ પાસે તપાસ કરાવી હતી અને તે જગ્યાના માલિકો પાસે માટીથી કરાયેલાં પુરાણ બદલ આધાર-પુરાવા રજુ કરવા માટે જાણ કરવામાં આવી છે તેમજ માટીથી પુરાણ કરેલા સ્થળની માપણી કરી મકતબા જાફરીયા હોસ્પિટલ, દેવ કોમ્પલેક્ષ ,સાઈ કોમ્પ્લેક્સ અને અહમદભાઇ હસનભાઈ અંગારીયા ને કુલ રૂ ૧૭.૪૫ લાખ નો દંડ ભરવા માટે નોટિસ ફટકારી છે.

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી યસજોશી એ જણાવ્યું હતું કે કોમર્શિયલ જગ્યા હોવાથી દંડ ભરવામાં નહીં આવે તો તેમની સામે જમીન પર બોજો નાખી એન.ઓ.સી અને બી.યુ ની પરમિશન અટકાવવા માટે નિયમ અનુસાર ની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો કયાંથી માટી ખોદકામ કરીને લાવ્યા હતા તે તપસનો વિષય છે.નોટિસ ના ખુલાસામાં જાણવા મળશે અને તે સ્થળ પર તપાસ કરાશે.

Previous articleમનપામાં કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિના મુદ્દે ઉપવાસની ચીમકી
Next articleવાવોલ અને સે-૨૬ કિસાનનગરમાં તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડયા