અમદાવાદમાં મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા ૬ હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઇ

511

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આજે શનિવારે શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂડ સેફિ્‌ટ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ મુજબ જરૂરી લાયસન્સ કે રજીસ્ટ્રેશન ન ધરાવનાર ૬ હોટલ-રેસ્ટોરન્ટોને સીલ કરી દેવામાં આવી હતી. બાકીની ત્રણેક હોટલ-રેસ્ટોરન્ટોમાં મોડી સાંજ સુધી તપાસની કાર્યવાહી ચાલી રહી હતી.

ખોખરા સર્કલ પાસે આવેલ ડીનર નોક રેસ્ટોરન્ટ, જોધપુરમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલ બાલાજી ગાર્ડન રેસ્ટોરન્ટ, નવા નરોડામાં ભવાની ચોક ખાતેની મુરલીધર રેસ્ટોરન્ટ, મોટેરા ગામે આવેલી બકો રેસ્ટોરન્ટ, દિલ્હી દરવાજા ખાતે આવેલી કૈલાશપતિ રેસ્ટોરન્ટ અને આશ્રમ રોડ પર આવેલ જય જલારામ પરોઠા હાઉસને લાયસન્સ-રજીસ્ટ્રેશન અને આરોગ્યના નિયમોનું પાલન ન કરવાના મામલે સીલ કરી દેવામાં આવ્યા હતા.

નોંધપાત્ર છેકે અમદાવાદમાં છેલ્લા બે અઠવાડીયામાં ૧૩૧ એકમોની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ૧૮૯ કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો. તેમજ કુલ ૯૦ એકમોને નોટિસ આપીને ૨.૬૦ લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. ખાદ્ય તેલ, મસાલા, મીલ્ક પ્રોડક્ટ સહિતની ચીજવસ્તુઓના ૫૭ જેટલા નમુના લેવામાં આવ્યા હતા. જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી અપાયા હતા.

Previous article૩૯ વર્ષ પહેલાં વેચેલી જમીન ફરી વેચતા ૭ સામે ગુનો નોંધાયો
Next articleથરાદના ડેલ ગામે યુવતીએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું