કામ આપવાનું બંધ કરી દેવાતા કંપની સામે કામદારોનાં ધરણાં

1044

બે પેઢીથી કામ કરતા કરચલીયાપરા, ખેડૂતવાસ, ભાલ તથા ઘોઘા પંથકનાં કામદારોને સાગર સ્ટીવીડોર કંપની અને બંદરીય અધિકારીની મીલી ભગતથી કામ આપવાનું બંધ કરી દેવાતા રોષે ભરાયેલા કામદારોએ આજરોજ વિશાળ સંખ્યામાં ધરણાં કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા કલેકટર અને આસિ. કમિશ્નર ઓફ લેબરને લેખીત ફરિયાદ પણ અપાયેલ છે.

ભાવનગર બંદરમાં બે પેઢીથી કામ કરતા કામદારોને કામ આપવાનું સાગર સ્ટીવીડોર કંપનીએ બંધ કરેલ છે. ભાવનગર બંદરમાં સાગર સ્ટીવીડોર કંપની અને બંદરના અધિકારીઓ દ્વારા જંગલરાજ ચલાવવામાં આવી રહ્યું છે. લેબર કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ જ લેવામાં આવેલ નથી. એકપણ મજુર કાયદાનો અમલ કરાતો નથી. હાજરી પત્રક, ઓળખપત્રક, અપાતા નથી. પ્રો.ફંડની રકમ જમા કરાવાતી જ નથી. અને ખુલ્લમ ખુલ્લી રીતે કામદારોને કામ આપવાનું બંધ કરવામાં આવેલ છે.

ઔદ્યોગિક અશાંતિ ઉભી થાય તે પહેલા કામદારોને કામ ઉપર ચડાવવા લેખીત ચેતવણી આપેયાલ છે. તેમજ ૧૦૦ કામદારો સાગર સ્ટીવીડોર કંપની ઓફીસ સામે અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર ઉતરી જશે.

તા.૨૪મીએ બપોરે ૪ વાગે જબ્બર દેખાવો યોજવાની જાહેરાત બંદર લડત સમિતિના અશોકભાઇ સોમપુરાએ કરેલ છે. સીટુનાં રાજ્યમંત્રી અરૂણ મહેતા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Previous articleમાલણકા ગામને વરતેજ સબ ડીવીઝનમાં સમાવવા રજૂઆત
Next articleસાયકલ લઇને જઇ રહેલ બાળાને ટ્રકે કચડી નાખી