એટીએમને ગેસ કટરથી કાપી રૂ.૧૪ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

485

એટીએમમાં તોડફોડ કરીને લાખો રૂપિયાની ચોરી થવી સામાન્ય બની ગયું છે. સુરતના ઇચ્છાપોર મેઇન રોડ ઉપર એક બેન્ક એટીએમને ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી થયાની ઘટના બની છે. એટીએમને કાપીને ૧૪ લાખથી વધુ રૂપિયાની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એટીએમમાં ચોરી થતાં પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઊભા થાય છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ઇચ્છાપોર મેઇન રોડ ઉપર આવેલા બેન્કના એટીએમમાં મંગળવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.

રાત્રીના સમયે કેટલાક ઇસમો ગેસ કટરથી એટીએમને કાપ્યું હતું.

એટીએમ કાપીને મશીનમાં રહેલી ૧૪ લાખ રૂપિયાથી વધારાની રકમની ચોરી કરી ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી થવાની ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઊભા થાય છે.

Previous articleજમીનના વિવાદને લઇ યુવાન એસપી ઓફિસમાં ઝેરી દવા પીવે તે પહેલા અટકાયત
Next articleડમ્પરની અડફેટે આવતા વિદ્યાર્થીનું મોત, ચાલકની ધરપકડ