તાપીઃ ૧૧ આદિવાસી બાળકોએ ખોખો રમતમાં જીલ્લાનું નામ રોશન કર્યું

1030

કંઈક કરી છૂટવાની નેમ સાથે આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના ૧૧ જેટલા આદિવાસી બાળકોએ દેશભરમાં ખોખોની રમતમાં તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમણે ખોખોની વિવિધ સ્પર્ધાઓમાં રમીને ઉત્કૃષ્ટ દેખાવ કરી વિવિધ મેડલો મેળવ્યા છે.

રમતગમત ક્ષેત્રે કંઈક કરી છૂટવાની નેમ સાથે આદિવાસી સમુદાયના ૧૧ જેટલા બાળકોએ ખોખોની રમતમાં દેશભરમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ભાઈ બહેનોની વિવિધ કેટેગરીમાં ખોખોની રમતમાં ભાગ લઈ આ દેશના ભવિષ્ય સમા બાળકોએ વિવિધ મેડલો પારિતોષિકો મેળવ્યા છે, તેમની ઈચ્છા છે કે તેઓ ખોખોની રમતમાં હજુ આગળ વધી શકે તેમ છે, પરંતુ તેમને ઇન્ડોર ગ્રાઉન્ડ મળે જેથી તેઓ ચોમાસા દરમ્યાન પણ સઘન પ્રેક્ટિસ કરી શકે.

પોન્ડિચેરી ખાતે યોજાયેલ ફેડરેશન કપ ઓપન ખોખો નેશનલ ચેમ્પિયનશિપમાં તાપી જિલ્લાની છ મહિલા ખેલાડીઓ ગુજરાતની ટિમમાં પસંદગી પામી નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ વર્ષે પુણે ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયાની ખો-ખો મેચમાં પણ ગુજરાતની ટીમમાં તાપી જિલ્લા ૧૧ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા. આ નેશનલ સ્પર્ધામાં અંડર ૧૭ ની બહેનોની મેચમાં તાપી જિલ્લાની પાંચ બહેનો પસંદગી પામી હતી. જેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જયારે અંડર ૨૧ માં પણ છ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા, તેમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, આમ ખો-ખોની રમતમાં ૧૧ આદિવાસી ભાઈ બહેન રમતવીરોએ દેશભરમાં તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

મન હોય તો માંળવે જવાય, આવુજ કંઈક ગરીબ આદિવાસી પરિવારો માંથી આવતા બાળકોએ ખોખોની રમત ક્ષેત્રે કરી બતાવ્યું છે, સાથે સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે પણ હવે સારું પ્રોત્સાહન મળી રહેતા વિવિધ રમતોમાં નવા ખેલાડીઓ બહાર આવી રહ્યા છે, જેનું તાદ્‌સ્ય ઉદાહરણ તાપી જિલ્લામાં સ્થિત જિલ્લાની રમતગમત શાળામાં જોવા મળ્યું છે.

Previous article‘એક બુદ્ધિમાન વ્યક્તિએ કંઈ નથી કહ્યુ, માત્ર સત્ય જ છે જે જૂઠના દેખાડામાં નથી પડતુ’
Next articleવેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમ જાહેર કરી, ક્રિસ ગેલનો સમાવેશ