આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રા, મંત્રી માંડવિયા જોડાયા

553

 

ઢૂંવા ગામ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય પાંચ દેશના લોકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રા યોજાઈ હતી. જેમાં મહાત્મા ગાંધીજીના નૈતિક મૂલ્યો ઉજાગર કરવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ચીલી, ફ્રાન્સ, નેધરલેન્ડ, જાપાન અને અમેરિકાથી પણ કેટલાક લોકો જોડાયા હતા અને ગાંધી મૂલ્યો વિશે માહિતી લીધી હતી.

મહાત્મા ગાંધીજીના ૧૫૦મી જન્મ જ્યંતી પ્રસંગે વિશ્વ શાંતિનો સંદેશ પાઠવવા આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું છે ત્યારે ફ્રેન્ડ ઓફ ઓલ અને નૂતન ભારતી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ૨૨ જુલાઈએ શરૂ કરવામા આવી હતી ત્યારે શનિવારે ડીસાના ઢૂંવા ગામે આ પદયાત્રા  મનસુખભાઇ માંડવિયા, સાંસદ પરબતભાઇ પટેલ, કે.સી.પટેલ સહિત ઉપસ્થતિ રહ્યા હતા.

આ અંગે ફ્રેન્ડ્‌સ ઓફ ઓલના ચેરપર્સને જણાવ્યું હતું કે, ભારતના દર્શન કરવા તથા ગાંધી મૂલ્યો સમજવા પાંચ દેશના લોકો જોડાયા છે.ઇતિહાસ ગવાહ છે સમાજમાં કોઈ નવી વાત મુકવી હોય તો પદયાત્રા દ્વારા તે સાર્થક થઈ છે. મહાત્મા ગાંધી તથા માર્ટિન લ્યુથરકિંગે પણ આ રસ્તો અપનાવ્યો હતો. દુનિયાના મોટા ભાગના દેશના લોકો મુખ્ય ચાર સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. રાષ્ટ્રીવાદ સમસ્યા, આર્થિક અસમાનતા, ધાર્મિક વિસાગતા તથા રંગભેદની નીતિ નડી રહી છે. તેનો હલ એ છે કે આપણે એકબીજાને ઓળખતા થઈએ. વિદેશથી આવેલા લોકો મેગા સિટી જોઈને જતા રહે છે, તે સંપૂર્ણ ભારત નથી પરંતુ ગામના દર્શન કરે મૂલ્ય સમજે તે ભારત દર્શન છે.

Previous articleગાંધીનગર જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ કંથારપુરાવડની મુલાકાત લીધી
Next articleહેમરાજભાઈ દ્વારા બલરામભવન ખાતે ફ્રી નિદાન કેમ્પ