FPI દ્વારા જુલાઈ માસમાં કુલ ૩૭૫૮ કરોડ ખેંચાયા

411

શેરબજારમાં છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલી લેવાલીના પ્રવાહ ઉપર બ્રેક મુકાઈ છે. જુલાઈ મહિનામાં હવે વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે હજુ સુધી ૩૭૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજેટ ૨૦૧૯-૨૦માં જાહેર કરવામાં આવેલા સુપરરિચ ટેક્સ સહિત વિવિધ પગલાની અસર દેખાઈ રહી છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પહેલીથી ૨૬મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી ૧૪૩૮૨.૫૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે પરંતુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૧૦૬૨૪.૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જેથી કુલ પરત નાણાં ખેંચવાનો આંકડો ૩૭૫૮.૪૪ કરોડનો રહ્યો છે. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો. આંકડા ઉપર નજર કરવામાં આવે તો એમ પણ જાણી શકાય છે કે, આર્થિક સુધારાની ગતિ વધુ તીવ્ર બનવાની અપેક્ષા તેઓ માની રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ફેબ્રુઆરી બાદથી ખરીદી કરવામાં આવી છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતાહાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. ઇક્વિટી સેગ્મેન્ટમાં એફપીઆઈ દ્વારા સુપરરિચ ટેક્સની જાહેરાત કરવામાં આવ્યા બાદથી વેચવાલી જારી રહી છે. જુદા જુદા અભિપ્રાય બજેટને લઇને આપવામાં આવી રહ્યા છે. ડેબ્ટ માર્કેટમાં મૂડીરોકાણ જારી રહ્યું છે.

Previous articleબિહાર-આસામમાં પુર સ્થિતિ ગંભીર : મૃતાંક ૨૨૦થી ઉપર
Next articleશેરબજારની દિશા નક્કી કરવામાં વિવિધ પરિબળોની ભૂમિકા રહેશે