ઓટો મોબાઇલ ક્ષેત્રમાં તીવ્ર મંદી : હજારો જોબ પર સંકટ

404

દેશમાં ઓટોમોબાઇલ સેક્ટરની હાલત કફોડી બનેલી છે. હાલમાં લેવામાં આવેલા જુદા જુદા પગલાની અસર ઓટોમોબાઇલ સેક્ટર પર જોવા મળી રહી છે. ઓટો મોબાઇલ સેક્ટરમાં મંદીના કારણે ૨૮૬ ડિલરોને દેશભરમાં તેમના ઓપરેશનને સમેટી લેવાની ફરજ પડી છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં ૩૨૦૦૦ લોકોની રોજગારી પર સંકટના વાદળો છે. તેમની નોકરીને માઠી અસર થઇ રહી છે.  મોટા ભાગના ઓપરેશનને શહેરી અને અર્ધ શહેરી માર્કેટમાં બંધ કરવાની ફરજ પડી રહી છે. મોટા ભાગે કાર સેગ્મેન્ટમાં મંદી છે. ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધીઓ માને છે કે આ વર્ષના બીજા છ મહિનાના ગાળામાં બજારમાં તેજી આવી શકે છે. સર્વોચ્ચ ઓટોમોબાઇલ રિટેલ ઇન્ડસ્ટ્રીઝ બોડી ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશનના કહેવા મુજબ બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે. સૌથી માઠી અસર કાર સેગ્મેન્ટને થતા ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ચિંતા પ્રવર્તી રહી છે. મહારાષ્ટ્રમાં ૮૪ ડિલરો દ્વારા તેમના ઓપરેશનને સમેટી લેવામાં આવ્યુ છે.  ત્યારબાદ તમિળનાડુમાં પણ ઓપરેશન બંધ કરાયું છે.

 

Previous articleSBI દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર વ્યાજના દરોમાં ઘટાડો
Next articleતીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ  ઘટી ૩૭૬૮૬ની સપાટીએ બંધ