કેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થ લાપતા થતા ચકચાર

486

કેફે કોફી ડે પ્રસિદ્ધ કાફેના માલિક વી જી સિદ્ધાર્થ એકાંએક લાપતાં થયાં છે. કેફે કોફી ડે કંપની પર ૭ હજાર કરોડનું દેવું હોવાથી ગુમ થયા હોવાની વાત છે. જો કે વી જી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. વી જી સિદ્ધાર્થી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશમંત્રી એમ એસ કૃષ્ણાના જમાઈ છે. સિદ્ધાર્થ મેંગલોર નજીકની નદી પાસે લાપતાં છે પોલીસ સહિતની તંત્રની ટીમ તેને શોધી રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ એમએસ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા હતા.

નેત્રાવતી નદીમાં દ્ગડ્ઢઇહ્લ અને કોસ્ટ ગાર્ડની સાથે મરજીવાઓની ટીમ દ્વારા પણ સિદ્ધાર્થની શોધ કરવામાં આવી રહી છે જોકે, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મેંગ્લોર પોર્ટ અને નદીના મુખ પાસે આ ટીમો હોવરક્રાફ્ટ (ૐ-૧૯૮) સાથે તપાસ કરી રહી છે. આ ટીમોમાં ૩ મરજીવાઓની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ ગુમ થયા પહેલા સિદ્ધાર્થે પોતાના સીએફઓ સાથે ફોન પર વાત કરી હતી. એક મળતી જાણકારી મુજબ કોફી કેફે ડે પર ૭ હજાર કરોડની લોન છે. પોલીસને શંકા છે કે લોનના કારણે સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હોય.મેંગલુરૂ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે સિદ્ધાર્થ બેંગલુરૂથી એમ કહી નીકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઇ રહ્યાં છે, પરંતુ રસ્તામાં પોતાના ડ્રાઇવરને મેંગલુરૂ જવાનું કહ્યું. આમ રસ્તામાં નેત્રાવતી નદીના પૂલ પર પહોંચીને સિદ્ધાર્થ કારમાંથી ઉત્તરીને પોતાના ડ્રાઇવરને જવા કહ્યું હતું.

સિદ્ધાર્થે છેલ્લે પોતાના સીએફઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ સિદ્ધાર્થનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ ગયો. સિદ્ધાર્થ જે જગ્યા પરથી ગુમ થઇ ગયા હતા ત્યાં એક નદી છે, પોલીસ હાલમાં ત્યાં સર્ચ ઓપરેશન કરી રહી છે.

પત્રમાં સિદ્ધાર્થે લખ્યું – લેણદારોનું દબાણ સિદ્ધાર્થના ગુમ થયા બાદ આ લેટર સામે આવ્યો છે જે ૨૭મી જુલાઇના રોજ લખ્યું છે. તેમાં તેમણે બોર્ડ ઓફ ડાયરેકટર અને સીસીડી (કોફી કાફે ડે) પરિવારને કહ્યું છે કે ૩૭ વર્ષ બાદ તેઓ પોતાની તમામ કોશિષો છતાંય એક સાચા અને ફાયદાવાળા બિઝનેસ મોડલને તૈયાર કરી શકયા નહીં.

લાંબા સમય સુધી લડવા પર હવે હાર માનું છું તેમણે લખ્યું કે જે લોકો એ મારા પર વિશ્વાસ મૂકયો છે તેમને નિરાશ કરવા માટે હું માફી માંગું છું. હું લાંબા સમયથી લડી રહ્યો છે પરંતુ આજે હું હાર માનું છું કારણ કે હું એક પ્રાઇવેટ ઇક્વિટી લેન્ડર પાર્ટનરનું દબાણ ઝીલી શકું તેમ નથી. જે મને શેર પાછા ખરીદવા માટે ફોર્સ કરી રહ્યા છે. તેનું અડધું ટ્રાન્ઝેકશન હું ૬ મહિના પહેલાં એક મિત્ર પાસેથી મોટી રકમ ઉધાર લીધા બાદ પૂરું કરી ચૂકયો છું. તેમણે કહ્યું કે બીજા લેન્ડર પણ દબાણ બનાવી રહ્યા હતા તેના લીધે આ સ્થિતિની સામે ઝૂકી ગયો છું.

આઇટી વિભાગના પૂર્વ ડીજી પર પ્રતાડનાનો આરોપ

સિદ્ધાર્થે પોતાના પત્રમાં આઇટી વિભાગના એક પૂર્વ ડીજી પર પ્રતાડનાનો આરોપ પણ મૂકયો છે. તેમણે કહ્યું કે એક પૂર્વ ડીજી એ તેમના શેર્સને બે વખત એટેચ કર્યો તેનાથી માઇંડટ્રીની સાથે તેમની ડીલ બ્લોક થઇ ગઇ અને પછી કૉફી ડેના શેર્સની જગ્યા લઇ લીધી, જ્યારે સંશોધિત રિટર્ન્સ તેમની તરફથી ફાઇલ થઇ ચૂકયું હતું. સિદ્ધાર્થે તેને અનુચિત ગણાવ્યું છે અને લખ્યું છે કે તેના લીધે પૈસાની અછત ઉભી થઇ હતી.

સિદ્ધાર્થે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ કોઇને પણ દગો આપવાનો ગુમરાહ કરવાનો નહોતો. તેમણે પોતાને જ એક અસફળ આંત્રપ્રિન્યોર ગણાવ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે તેમને સમજે અને માફ કરી દેશે.

Previous articleજમ્મુ કાશ્મીર : યુદ્ધવિરામનો ભંગ કરી પાકિસ્તાનનો ફરી ગોળીબાર
Next articleઐતિહાસિક ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં આખરે પાસ થયું