બેફામ ફી ઉઘરાણા કરતી ૨૯ કોલેજને દંડ ફટકારાયો, પારૂલ યુનિ.ને રૂ. ૩ કરોડનો દંડ

469

રાજ્યમાં જુદી જુદી કોલેજમાં જાત જાતની ફિના નામે ઉઘરાણા કરતી ૨૯ કોલેજો સામે ફિ નિયમયન સમિતીએ લાલ આંખ કરી છે. સમિતીએ ખોટા ઉઘરાણા કરતી ૨૯ કોલેજોને રૂપિયા ૯૩,૦૦૦ થી લઈ અને રૂપિયા ૨૦,૦૦,૦૦૦ લાખ સુધીનો દંડ કર્યો છે.  આ દંડ અંતર્ગત વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીની વિવિધ શાખાઓને મળીને સૌથી વધુ રૂપિયા ૩ કરોડનો દંડ કરાયો છે.

ફિ નિયમન સમિતીએ વિદ્યાર્થીઓની અરજીને ધ્યાનમાં રાખીને રાજ્યના ૨૦૭૪ વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાને લઈને જુદી જુદી કોલેજો દ્વારા લેવામાં આવેલી ડિપોઝીટની દબાવી રાખેલી રકમ પરત કરાવી છે. એફઆરસીએ આ સંદર્ભે કુલ રૂપિયા ૧ કરોડ ૧૯ લાખની રકમ ૯ સંસ્થાઓ પાસેથી પરત અપાવી છે. અગાઉની અને હાલની ફરિયાદો મળીને સિમિતીએ અત્યારસુધીમાં રાજ્યના ૩,૬૮૭ વિદ્યાર્થીઓને ૨ કરોડ ૨૩ લાખ ૯૦ હજાર ૪૭૭ રૂપિયા પરત અપાવ્યા છે.

સમિતિએ જે તે સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી માળખા માં  ટ્યુશન ફી, લાયબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફી, ઈન્ટરનેટ, યુનીવર્સીટી એફીલેશન ફી, સ્પોટ્‌ર્સ અને રીક્રિયેશન  સેલ્ફ અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફી નો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા  નિર્ધારિત ફી ઉપરાંત ફકત જે-તે યુનીવર્સીટી ને ભરવા પાત્ર ફી સિવાય અન્ય કોઈપણ ફી કે ડીપોઝીટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસે થી વસુલ કરી શકે નહી. જો કોઈ વિદ્યાર્થી ને આ બાબતે સંસ્થાઓ સામે ફરિયાદ હોય તો તે માટે સમિતિ નો વેબ સાઈટમાં જણાવ્યા પ્રમાણે જરૂરી પુરાવા સાથે સમિતિ ને ફરિયાદ કરી શકે છે.

Previous articleસરકારે ૨૦૧૯માં ૬ લાખથી વધારે કંપનીઓને તાળા માર્યા
Next articleપ્રજાનાં પૈસે કોર્પોરેશન ૮ નવી કાર ખરીદશે, કોંગ્રેસનો વિરોધ