લગ્ન વગર માતા બનેલી યુવતીની ૧૪ માસની દીકરીનું શંકાસ્પદ મોત

1620

જામજોધપુરના મોટીપાનેલી ગામે રહેતી પાયલ કિશોર જાધવ નામની યુવતીની ૧૪ માસની દીકરી દિશા ગઇકાલે રમતા રમતા બેભાન થઇ હતી. આથી તેને ઉપલેટા હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહીં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. ઉપલેટા પોલીસને મૃત્યુ અંગે શંકા ઉપજતા મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પાયલે પ્રેમી કિશોર જાધવ થકી આ દીકરીને જન્મ આપ્યો હતો. કિશોર પાયલને તરછોડીને જતો રહ્યો હતો. પાયલે નવ દિવસ પહેલા જ બગધરાના યુવાન સાથે લગ્ન કરી સંસાર માંડ્યો છે.

અગાઉ પડધરીના જીલરીયામાં રહેતી પાયલ કાનજીભાઇ મકવાણાને રાજકોટ કામે આવતી ત્યારે સાથે કામ કરતાં કિશોર રમેશભાઇ જાદવ સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને બે વર્ષ પહેલા ભાગી ગયા હતાં અને પતિ-પત્નીની જેમ રહ્યા હતાં. એ દરમિયાન પાયલ સગર્ભા બનતાં પ્રેમી કિશોર જાદવ પાયલને છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ પાયલ સગર્ભાવસ્થામાં જ માતા મીનાબેન કાનજીભાઇ મકવાણા સાથે રહેવા માંડી હતી અને દીકરીને જન્મ આપ્યો હતો.

પાયલ પોતાની દીકરી દિશાને પણ બગધરા અજયના ઘરે લાવી હતી. અહીં ગઇકાલે સાંજે દિશા રમતી-રમતી બેભાન થઇ ગઇ હતી. તે સૂઇ ગયાનું સમજી ઘોડીયામાં સુવડાવી દીધી હતી. સાંજે ન ઉઠતાં બેભાન હાલતમાં ઉપલેટા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબીબે મૃત જાહેર કરી હતી. ઉપલેટા પોલીસને જાણ થતાં એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

Previous articleપાણી મામલે સોસાયટીમાં બબાલ, પ્રમુખ-ઉપપ્રમુખને માર મરાયો
Next articleબેચરાજીમાં પ્રથમ વરસાદથી રસ્તાઓમાં ખાડા  વાહનચાલકો માટે જોખમીઃ રાહદારીઓને મુશ્કેલી