પાટનગરમાં દિવસ દરમ્યાન ધીમીધારે વરસાદ વરસ્યો

509

રાજયના પાટનગરમાં રવિવારે મધ્ય રાત્રી બાદ વરસાદી વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો હતો. રાજયના અન્ય વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને મહેર કરી રહયા છે ત્યારે ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસથી દિવસ દરમ્યાન ઝરમર વરસાદ ચાલી રહયો છે.

આમ દર વર્ષે જુલાઈ માસ સુધીમાં સીઝનનો મોટા ભાગનો વરસાદ વરસી જતો હોય છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલા ફેરબદલના કારણે સમગ્ર ગુજરાતમાં ફકત ગાંધીનગર શહેર અને જિલ્લામાં જ અત્યાર સુધી મેઘરાજાની મહેર થઈ ના હોય તેમ વરસાદ પણ વરસી રહયો નથી.

છેલ્લા ચાર દિવસથી ઝરમર વરસાદની અવિરત ગતિ હજુ પણ ચાલી રહી છે જેના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ શહેર ઉપર પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુરૂવારે દિવસ દરમ્યાન ધીમી ધારે ૧૧ એમએમ વરસાદ વરસ્યો છે તો ગાંધીનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ પાંચથી આઠ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે.

Previous articleબે કરોડની લોન આપવાના કૌભાંડ મામલે બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરની ધરપકડ
Next articleનવા સચિવાલય ખાતે ૨૨મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો