સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય, ખલાસીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું

589

તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવકની સાથે જળકુંભી પણ તણાઈ આવી છે. જેના પગલે વોટર વર્કસના ઈન્ટેક વેલ્સમાં જલકુંભી ફસાઈ ગઈ છે. અને તંત્ર દ્વારા જળકુંભી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હવે લોકો પણ સાથ આપી રહ્યા છે. જહાંગીરપુરાના વોટર વર્કસના ઈનેટક વેલ્સમાં જળકુંભી ફસાઈ જતા રાંદેરના ખલાસીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખલાસીઓ જોડાયા હતા.વોટર વર્કસના ઇન્ટેકવેલને જળકુંભી વીંટળાવવાથી પંપ-મશીનરી ચોકઅપ થયા છે. અને તાપી નદીમાંથી પાણી મેળવી શકાતું નથી. પાલિકાએ ઇન્ટેક વેલની ફરતે વીંટાયેલી જળકુંભી દૂર કરવાની કામગીરી કરી રહી છે. ઉધના, લિંબાયત, વેસુ-સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. કતારગામ અને કોટ વિસ્તારમાં પણ પાણી પુરવઠો ખોરવાતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.

પાલિકા દ્વારા શહેરને દરરોજ જે ૧૧૫૦ એમએલડી પાણી પુરુ પડાય છે. દૈનિક માંડ ૭૦૦થી ૯૦૦ એમએલડી પાણી જ ટ્રીટ થતું હોય સમસ્યા ઉભી થઇ છે. કોઝ-વે ચાર દિવસથી ઓવરફ્લો જ ચાલી રહ્યો છે. હાઇડ્રોલિક ખાતાના કાર્યપાલક ઈજનેર ડી.સી.ભગવાકરે જણાવ્યું હતું કે, કાકરાપાર વિયરમાંથી પાણીનો ડીસ્ચાર્જ ચાલુ જ છે જેમાં પાણી સાથે જળકુંભી મોટા પ્રમાણમાં આવતી જ રહેતી હોય ઈન્ટેક વેલ્સની સફાઈ જારી છે.

Previous articleમંદી પર બ્રેક : સેંસેક્સ ૨૭૭ પોઇન્ટ રિકવર થઇ અંતે બંધ
Next articleશ્રાવણ માસમાં કેમિકલથી પકવેલા ફળોથી સાવધાન…અખાદ્ય કેળાનો જથ્થો ઝડપાયો