બાબરાના થોરખાણ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું બાબરા તા. ૬

924

બાબરા તાલુકા માં દારૂ જુગાર સહિત ના ગેરકાનૂની પ્રવૃતિ કરનારા તત્વો ને કાયદાનો પાઠ ભણાવવા બાબરા સ્થાનિક પોલીસ વર્તુળ ની નિષ્ક્રિયતા સામે ભાવનગર જોન આર આર સેલ દ્વારા થોડા દિવસો પહેલા બાબરા નજીક ના ઉટવડ થી ૪૧ લાખના ઈંગ્લીશ દારૂ નો મુદ્દામાલ તેમજ જીલ્લા એલ સી બી પોલીસે ખાખરીયા ગામે થી પાંચ લાખ ના મુદ્દામાલ વાળું જુગાર ધામ ઝડપી બાબરા તાલુકા માં કુનેહભરી કામગીરી કરી બતાવી હતી

અમરેલી જીલ્લા પોલીસ વડા નિર્લિપ્તરાય ના માર્ગ દર્શન હેઠળ એલસીબી પોલીસ ના ઇન્સ ડી.કે.વાઘેલા દ્વારા બાબરા તાલુકા માં બાતમીદારો મારફત મળેલી ચોક્કસ  ખબર અંગે તાલુકા ના થોરખાણ ગામ ની શિમ માં તપાસ કરતા વાડી માલિક હસુભાઈ રાજાભાઈ પાનસુરિયા બહાર થી ફંટર બોલાવી આર્થિક લાભ માટે જુગારધામ ચલાવતો હતો

થારખાણ ગામ થી દેવળિયા જવા ના જુના માર્ગ ની શિમ માં આવેલ બંધ મકાન ની ઓરડી માંથી જીલ્લા એલસીબી પોલીસે છાપો મારી અને શ્રાવણીયા જુગાર તીનપતી નું હાટડુ માંડી બેઠેલા શકુની હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ રાજાભાઇ પાનસુરીયા, રહે. થોરખાણ, રવજીભાઇ બાવકુભાઇ કલકાણી, રહે . ગરણી,  નિલેષભાઇ લાલજીભાઇ લીંબાસીયા, રહે.ગરણી, દિનેશભાઇ ખીમજીભાઇ ડાભી, રહે.જંગવડ, તા.જસદણ, હમીરભાઇ તેજાભાઇ સરસીયા, રહે.થોરખાણ, ભાવેશભાઇ આલાભાઇ રાતડીયા,  રહે.થોરખાણ, અતુલભાઇ ગોરધનભાઇ જાદવ, રહે.વાંસાવડ, તા.ગોંડલ બાબુભાઇ મંગાભાઇ ડાભી, રહે. જીવાપર, તા.જસદણ, જયદીપભાઇ ભરતભાઇ જયસ્વાલ,રહે.વાંસાવડ,ભુપતભાઇ ખોડાભાઇ ધડુક, રહે.થોરખાણ રોકડા રૂપિયા ૧,૦૨,૨૮૦ તેમજ મોબાઈલ નંગ ફોન નંગ-૧૩, કિંમત રૂ.૭૭,૫૦૦  મોટર સાયકલ નંગ-૩, કીમત ૫૦,૦૦૦  મળી કુલ રોકડ સહિત ૨,૨૯,૭૮૦ નો મુદામાલ ઝપ્ત કરી બાબરા પોલીસ મથક માં તમામ સામે જુગારધારા તળે ફરિયાદ નોધી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથધરી છે.

Previous articleજમ્મુ કાશ્મીરમાં ૩૭૦ નાબુદીને સિહોર ભાજપે ફટાકડા ફોડી, મીઠાઈ વહેચીને વધાવી
Next articleનાના જાદરાના બસ સ્ટેન્ડ પાસેથી ચાર ફરાર આરોપીને ઝડપી લેતી એલસીબી