ટ્‌વીટર ફરિયાદના આધારે ઓવરલોડ સ્કૂલ રીક્ષાનો ચાલક ઝડપાયો

588

અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયા પર મળતી ફરિયાદોનું પણ નિરાકરણ લાવી રહી છે. અમદાવાદ પોલીસને એક જાગૃત નાગરિકે ટ્‌વીટર પર ઓવરલોડ સ્કૂલ રીક્ષાની તસવીર મોકલી અને ફરિયાદ કરી હતી. જીવના જોખમે વિદ્યાર્થીઓને ભરીને જઈ રહેલી રીક્ષાની તસવીરના આધારે અમદાવાદ પોલીસે ગણતરીની કલાકમાં રીક્ષા ચાલકની ધરપકડ કરી નાખી હતી.

અમદાવાદ પોલીસને એક ટ્‌વીટર હેન્ડલ પરથી એક જાગૃતિ નાગરિકે ફરિયાદ કરી હતી. બાળકોને ઘેટા-બકારની જેમ ભરી જઈ રહેલી રીક્ષા જોઈ જાગૃતિ નાગરિકને બાળકોની સુરક્ષાની ચિંતા થઈ, તેમણે અમદાવાદ પોલીસને તાત્કાલિક જાણ કરી અને અમદાવાદ પોલીસે બિરદાવા લાયક કામ કર્યુ.

અમદાવાદ પોલીસે એક ટ્‌વીટ કરીને જાણકારી આપી આ ટ્‌વીટર હેન્ડલ પરથી મળેલી ઓવરલોડ સ્કૂલ રીક્ષાની ફિરયાદના આધારે અમે ડ્રાઇવરને ઝડપી પાડીને એફઆઈઆર નોંધી છે. જો તમારા ધ્યાનમાં પણ આવી કોઈ બાબત આવે તો અમને ચોક્કસથી જણાવો

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ લોકો સાથે સંવાદ સાધવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે. સોશિયલ મીડિયાના વ્યાપની નોંધ લઈ હવે પોલીસ પણ આધુનિક બની છે અને ફરિયાદોની ગંભીરતાને જોઈ નિવારણ પણ લાવી રહી છે. આ કિસ્સામાં એક સામાન્ય ટ્‌વીટે સ્કૂલના વિદ્યાર્થીઓને ભવિષ્યના સંભવિત જોખમથી બચાવ્યા છે.

Previous articleસેંસેક્સ ૬૩૭ પોઇન્ટ ઉછળીને આખરે બંધ
Next articleઆરોગ્ય વિભાગનો આદેશ : પાણી પૂરીવાળાને એપ્રન-કેપ અને હાથમાં ગ્લોવ્ઝ પહેરવાં પડશે