લાંચ કેસમાં જેતપુરથી ફરાર ડ્ઢઅજીઁ જે.એમ. ભરવાડની બિનવારસી કાર અમદાવાદમાં મળી

442

રૂ.૮ લાખની લાંચ માગવાના કેસમાં જેતપુર પોલીસ સ્ટેશનેથી ૫ દિવસ પહેલા ફરાર થયેલા ડીવાયએસપીજે. એમ. ભરવાડની બિનવારસી કાર અમદાવાદમાં મળી આવી છે. કારમાંથી પોલીસને જે.એમ. ભરવાડનો યુનિફોર્મ પણ મળી આવ્યો છે. જોકે, ડીવાયએસપીભરવાડના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. પોલીસ તેમને શોધી રહી છે.

ડીવાયએસપી જે.એમ. ભરવાડ હાલ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફરજ પર છે. મુળ ઘટના એવી છે કે, ડીવાયએસપીભરવાડ સામે ફરિયાદ કરનારા ફરિયાદીના મિત્રનું નામ જેતપુર તાલુકાના પોલીસ  સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હતું. આથી, ડીવાયએસપી જે.એમ. ભરવાડે ફરિયાદી પાસે રૂ. ૧૦ લાખની લાંચ માગી હતી. વાતચીત પછી અંતે લાંચ પેટે રૂ.૮ લાખ આપવાનું નક્કી થયું હતું.

જાગૃત નાગરિકે ડીવાયએસપી જે.એમ. ભરવાડ દ્વારા લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ છઝ્રમ્માં કરી હતી. આથી, એસીબી દ્વારા લાંચ માગનારાને રંગેહાથ ઝડપી લેવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીની યોજના મુજબ ફરિયાદી દ્વારા લાંચ આપવા માટે ડીવાયએસપીને રાજકોટમાં આવેલી આવરાક રેસ્ટોરન્ટ પાસે બોલાવ્યા હતા. જોકે, ડીવાયએસપી જે.એમ. ભરવાડ લાંચ લેવા પોતે આવ્યા ન હતા, પરંતુ પોતાના એક કોન્સ્ટેબલને મોકલ્યો હતો.

રાજકોટની આવરાક રેસ્ટોરન્ટની જાહેર જગ્યામાં લાંચ લેવા આવેલા કોન્સ્ટેબલને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા કોન્સ્ટેબલને પકડી લેવાની જાણ થતાં જ ડ્ઢઅજીઁ જે.એમ. ભરવાડ કે જેઓ રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે, ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે જ્યારે કોન્સ્ટેબલની પુછપરછ કરી તો તેણે જણાવ્યું કે, તે ડીવાયએસપી ભરવાડ વતી લાંચ લેવા આવ્યો હતો.

એસીબી છેલ્લા ૫ દિવસથી લાંચ કેસના આરોપી અને ફરાર એવા ડીવાયએસપી જે.એમ. ભરવાડને શોધી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદના સોલા ખાતે આવેલા કારગિલ પેટ્રોપ પંપ પાસેથી ભરવાડની ખાનગી કાર પોલીસને મળી આવી છે. આ કારમાં ડીવાયએસપી જે.એમ. ભરવાડનો યુનિફોર્મ પણ પોલીસને મળ્યો છે, પરંતુ ડ્ઢઅજીઁના કોઈ સગડ મળ્યા નથી.

Previous articleચાંદલોડિયામાં જાહેરમાં યુવતી પર છરીથી હુમલો
Next articleહોસ્પિટલના ભોંયરામાં મોડી રાત્રે આગ લાગી, ૧૦થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યાં