ધંધુકા પંથકમાં ધોધમાર વરસાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા

703

ધંધુકા પંથકમાં ૮મીની મોડી રાત્રી બાદ મેઘરાજાએ ફરી ધીમી ધારે તો કયાંક અનરાધાર વરસાવનું શરૂ કરી દેતા સર્વત્ર પંથકમાં ખુશી છવાઈ જવા પામી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ એ દફતરો સાથે વરસાદમાં ભીંજાઈને અનેરો આનંદ માણયો હતો. તો નાના ભુલકાઓને લેવા વાલીઓ, શાળીઓએ દોડી આવ્યા હતા અને ભુલકાઓને લેવા વાલીઓ શાળાઓએ દોડી આવ્યા હતા અને ભુલકાઓ પણ વરસાદી આનંદ માણવાનું ચુકયા ન હતાં. હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સતત વરસાદ ચાલુ રહેતા ધંધુકા શહેરના મુખ્ય માર્ગ્‌ પર ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

ધંધુકા શહેરમાં વરસાદ પડતા જ નગરજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદના કારણે કોલેજ રોડ, એસ.ટી. સ્ટેન્ડ, બિરલા સર્કલ, હરિદર્શન કોમ્પલેક્ષ તથા વ્યાપાર સંકુલ સહિતના રોડ ઉપરથી પાણી નિકાલ થતો નથી. ઉપરવાસ તથા સમગ્ર પંથકમાં સતત વરસાદ ચાલુ રહેતા આજે બપોર બાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગની નદીઓમાં પુર આવ્યા છે તેથી ધંધા અર્થે જતા લોકો પણ બહારગામ જવાનુંટાળી રહ્યા છે.

ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ

હવામાન વિભાગની ભારે વરસાદની આગટાહીનો ધયાને લઈ અધિકારી, કર્મચારીઓને હેડ કવાટર પર હાજર રહેવા અને વધુ વરસાદથી પુરની સ્થિતિ સર્જાય તો જરૂરિયાત મુજબ સાવચેતીના તમામ પગલા લેવા જિલ્લા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી છે તેથી તાલુકાના તમામ અધિકારીઓ એલર્ટ હોવાનું જણાય આવે છે.

Previous articleદામનગરમાં સરકારી મિલ્કતો જર્જરીત હાલતમાં : ગમે ત્યારે ધરાશાયી થાય..!
Next articleવિશ્વ આદિવાસી દિનની ઉજવણી