૧૧ મો ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની અંડર ૧૪ ફૂટબોલ ભાઈઓ-બહેનોની સ્પર્ધા યોજાઇ

474

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્‌સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે મહાનગર પાલિકા અમલીકરણ સમિતિ અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત ૧૧ મો ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની અંડર – ૧૪ ફૂટબોલ સ્પર્ધા સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ સિદસર અને મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે યોજાઇ રહી છે. અંડર – ૧૪ ફૂટબોલ સ્પર્ધાના ઉદ્દઘાટન કાર્યક્રમ તા.૨૩/૦૫/૨૦૨૨ ના રોજ મુખ્ય મહેમાન તરીકે શિશિરભાઈ ત્રિવેદી, ચેરમેન, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ, ભાવનગર અને રાજદીપભાઈ જેઠવા, ડેપ્યુટી ચેરમેન, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ, ભાવનગર દ્વારા આ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવેલ. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ઝોન, પૂર્વ ઝોન, દક્ષિણ ઝોનમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહેલ છે. અંડર ૧૪ ફૂટબોલ ભાઈઓ/બહેનો મળીને કુલ ૧૬ ટીમના ૨૫૬ જેટલા ખેલાડી ભાગ લઈ રહેલા છે. આ સ્પર્ધામાં વયજુથ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ભાઈઓ/બહેનોને રોકડ પુરસ્કાર, મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.