પાલિતાણાની કન્યા વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

1060

પાલિતાણા એજયુકેશન સોસાયટી સ્ંચાલિત એમ.એમ. કન્યા વિદ્યાલય પાલિતાણા ખાતે તા. ર૧-૬-ર૦૧૮ના રોજ વિશ્વયોગ દિન નિમિત્તે શાળાના પટ્ટાંગણમાં સમગ્ર વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર શિક્ષક પરિવાર દ્વારા યોગ તેમજ આસનો, પ્રાણાયામ કરી આજના દિવ્સની ઉજવણી શાળાના પી.ટી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીનીઓને જીવનમાં યોગનું મહત્વ સજાવી દરેકને સંકલ્પ લેવરાવવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સુપરવાઈઝર જે.એન.સરવૈયા તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ૧ર૪પ વિદ્યાર્થીઓ, પ૧ કર્મચારીએ યોગ કર્યા હતાં.