દામનગરમાં સરકારી મિલ્કતો જર્જરીત હાલતમાં : ગમે ત્યારે ધરાશાયી થાય..!

495

દામનગર  શહેર માં સરકારી મિલ્કતો ની હાલત ખખડધજ અહીંના રાજકીય લોકોને ચૂંટણી સમયે રોટલા શેકવા સીવાય વિકાસ નાં કામો માં કોઇ ને રસ નથી અહીંની વર્ષો જૂની સરકારી મિલ્કતો જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.તે ગમ્મે ત્યાંરે તૂટી પડવાની ભીતિ છે. શાસનમાં ગમ્મે તે હોય મિલ્કતો ની જાળવણી કરવામાં અને મરામત કરવામાં નબળા પુરવાર થયેલ સતાધિશો અને સરકારી તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે.દામનગર શહેર માં ગારિયાધાર રોડ ઉપર આવેલ  અંદાજે ૪૫ વર્ષે પહેલા બનાવેલ મોટા બસ સ્ટેન્ડ ની હાલત જર્જરિત છે. સ્લેબનાં સળિયા બહાર નીકળી ગયેલ દેખાઈ રહ્યા છે.આ મિલ્કત ગમે ત્યારે પડી જાય તેમ છે. એસ.ટી.બસ કે ખાનગી વાહન ની રાહ જોઈ ને બેસતા મુસાફરો નાં જીવ જોખમાતા હોય છે.તેવુ દેખાઈ રહ્યું છે.બસ સ્ટેન્ડ ની અંદર નાં બેસવા માટે નાં બાંકડા ઓ તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.ચોમાસાની મોસમ ચાલતી હોય બસ સ્ટેન્ડ ની અંદર ની ભાગ માં પાણી પડતું હોય તો મુસાફરો ને ક્યાં આશરો લેવો તે પ્રશ્ન ઉભો થાઈ છે.આ બસ સ્ટેન્ડ ગારિયાધાર રોડ ઉપર આવેલું છે. અહી દામનગર શહેર ના ગ્રામ્ય વિસ્તાર નાં હીરા ઘસવા ,ધંધાર્થે, નોકરીરિયાત વર્ગો આવતાં માણસો બસ દ્વારા તેમજ ખાનગી વાહનો  દ્વારા દામનગર શહેર માં આવતા હોય ત્યારે બસ સ્ટેન્ડ ઉપર રાહ જોઈ ને ઉભેલા મુસાફરો ના જીવ જોખમ માં હોય તેવું જોવા મળી રહ્યું છે.આ બસ સ્ટેન્ડ મરામત માંગે છે. અથવા તો નવુ બનાવવા માં આવે . જયારે ગારિયાધાર રોડ ઉપર શીતળા માતાજી નાં મંદિર પાસે વર્ષો જૂનું ગાયકવાડ સ્ટેટ સમય નું નાળું એકદમ જર્જરિત હાલત માં છે. એક બાજુ ની અડધી દિવાલ પડી ગઈ છે. નીચે અને સાઈડ માં મોટા સળિયા બહાર નીકળી ગયા છે.તે વિડિયો માં સ્પષ્ટ પાને દેખાઈ આવે છે. આ નાળા ઉપરથી સતત માલ ભરેલા વાહનો પસાર થાય છે.તેમજ ગારિયાધાર જતી તમામ એસ ટી બસો ટ્રાન્સપોર્ટ  પણ આજ નાળા ઉપર થી પસાર થાઈ છે. આ નાળું એકસો વર્ષ જૂનું છે. આ નાળા પહોળું કરવા ની તાતી જરૂર છે માર્ગે અને મકાન વિભાગ તાત્કાલિક આ મોટું બસ સ્ટેન્ડ અને ગારિયાધાર રોડ ઉપર નું નાળું તાત્કાલિક પહોળું કરે તેવી માંગ કરાય છે

 

Previous articleમહિલા સશક્તિકરણ પખવાડિયાના નિમિત્તે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ
Next articleધંધુકા પંથકમાં ધોધમાર વરસાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા