આંતર કોલેજ યોગ સ્પર્ધામાં ૩૯ ભાઇઓ-બહેનોએ લીધો ભાગ

95

વિજેતા થનાર તમામને કુલપતિ મહિપતસિંહ ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી, ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને કુલપતિ મહિપતસિંહ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ શામળદાસ આર્ટસ કોલેજ, ભાવનગર યજમાનપદે આંતરકૉલેજ યોગા (ભાઈઓ – બહેનો)ની સ્પર્ધા તા.૦૯ દરમિયાન શામળદાસ કોલેજનાં યોગ હોલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૦૯ કોલેજનાં ૨૯ બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રથમ ક્રમાંકે મેણીયા સેજલ (ઈતિહાસ ભવન), બીજા ક્રમાંકે મોરી ચૌહાણ સાનાણી (સાકરિયા કોલેજ), ત્રીજા ક્રમાંકે વાઘેલા છાયા (નંદકુંવરબા મહિલા કોલેજ), ચોથા ક્રમાંકે સુમરા આરજુ (સાકરિયા કોલેજ), પાંચમા ક્રમાંક મકવાણા અરુણા (નંદકુંવરબા મહિલા કોલેજ), છઠ્ઠા ક્રમમાં રાઠોડ પીનલ (ડીપ્લોમા ઇન યોગ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ) પસંદગી પામેલ છે. આ સ્પર્ધામાં ૦૮ કોલેજનાં ૧૦ ભાઈઓએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રથમ ક્રમાંકે મકવાણા હાર્દિક (એમ.જે.કોલેજ), બીજા ક્રમાંક પરમાર રોહન (એસ.એસ.સી.સી.એમ.કોલેજ), ત્રીજા ક્રમાંકે વાળા મયુરસિંહ (રાધેશ્યામ બી.એડ. કોલેજ), ચોથા ક્રમાંકે ચાવડા પાર્થિક (શામળદાસ આર્ટસ કોલેજ), પાંચમા ક્રમાંકે જાદવ ગોપાલ (વાય.જે.જે.દોશી કોલેજ, તળાજા), છઠ્ઠા ક્રમમાં ગોહિલ મયુરસિંહ (શામળદાસ આર્ટસ કોલેજ) પસંદગી પામેલ છે. આ સ્પર્ધામાં એમ.કે. ભાવનગર યુનિવર્સિટીનાં કુલપતિ મહિપતસિંહ ચાવડા અને કુલસચિવ કૌશિકભાઈ ભટ્ટએ વિજેતા / રનર્સ અપ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ. દિલીપસિંહ ગોહિલ અને યજમાન કોલેજનાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલ બ્રિજરાજસિંહ જાડેજા આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ યજમાન કોલેજનાં પી.ટી.આઈ. રાજેન્દ્રસિંહ ગોહિલ અને સમગ્ર સ્ટાફે સુંદર આયોજન કર્યું હતું.