વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

103

વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે વિશ્વ માં જનજાગૃતિ થકી એઇડ્‌સ રોગ ની નાબુદી માટે કાર્ય કરવા માં આવી રહ્યું છે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં પોસ્ટર પ્રદર્શન, રેડક્રોસ ખાતે ચાલતા આસી. નર્સિંગ ના વિધાર્થીઓ માટે વ્યાખ્યાન, તથા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજવા માં આવી હતી. આ ઉપરાંત અલંગ ખાતે કામ કરતા મજૂરો માટે વ્યાખ્યાન અને પોસ્ટર પ્રદર્શન તથા ૐૈદૃ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસ દ્વારા લોકોની જનજાગૃતિ માટે ઓનલાઇન ઝૂમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ એઇડ્‌સ એન્ડ કન્ટ્રોલ યુનિટના મુખ્ય અધિકારી ડો.રેવર સાહેબ ઉપસ્થિત રહીને જનજાગૃતિ વ્યાખ્યાન આપ્યું હતું તેમજ વિવિધ પ્રશ્નો ના જવાબ પણ આપ્યા હતા.
લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી લોકોને એઇડ્‌સની મહામારીથી જાગૃત કરી શકાય અને યોગ્ય સારવાર માટે મદદ મળી રહે તે હેતુ થી રેડક્રોસ દ્વારા આયોજન કરવા માં આવ્યું હતું.

Previous articleચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લેતી તળાજા પોલીસ ટીમ
Next articleઆંતર કોલેજ યોગ સ્પર્ધામાં ૩૯ ભાઇઓ-બહેનોએ લીધો ભાગ