ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લેતી તળાજા પોલીસ ટીમ

49

હેડ કોન્સ્ટેબલ આર ડી પરમાર, પોલીસકોન્સ્ટેબલ, ભાવેશભાઇ બારૈયા, પોલીસ કોન્સ્ટેબલ, ભરતભાઇ સાંખટ, પોલીસ કોન્સ્ટેબલ શીવાભાઇ પરમાર , પીએસઆઈ જે કે મુળીયા સહિત ટીમ આજે તળાજા વીસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન તળાજા પાલીતાણા ચોકડી પાસે એક ઇસમ આગળ પાછળ નંબર પ્લેટ વગરની લઇ શંકાસ્પદ હાલતમા પસાર થયો હતોતેને રોકી નજીકમાથી બે પંચોના માણસો બોલાવી પંચો રૂબરૂ ચાલકનુ નામ એડ્રેસ પુછતા તેઓએ તેમનુ નામ રતાભાઇ નાજાભાઇ સોહલા જાતે ભરવાડ ૨૫ વર્ષ રહે મોટા ખુંટવડા, તા.મહુવા વાળો હોવાનુ જણાવેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ ની તપાસ કરતા અને કાગળો માંગતા નહી હોવાનુ જણાવેલ જેથી ગુજકોપમા સર્ચ કરતા સદરહુ મો.સા. પરમાર વીનોદભાઇ પુંજાભાઇ રહે સીહોર વાળાના નામે જણાયુ હતુ અને આ મોટરસાયકલ તળાજા ખાતે થી ચોરી થયેલ હોય અને તળાજા પો સ્ટે એ પાર્ટ ઇ, પી, કો, કલમ મુજબ ગુન્હો રજી થયેલ હતો મોટરસાયકલ કબ્જે કરી બન્ને ઇસમોને પકડી પાડી તળાજા પોલીસે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ. જેમા આરોપીઓ રતાભાઇ નાજાભાઇ સોહલા ઉ વ ૨૫ વર્ષ રહે મોટા ખુંટવડા તા મહુવા અને પ્રતિપાલસિંહ ઉર્ફે બબુ ચેતનસિંહ ગોહિલ ૨૩ વર્ષ રહે તળાજા નોકરીયાત સોસાયટીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ પ્રસંશનીય કામગીરી કરેલ.