ભાવ. જિલ્લામાં ત્રણ મહિનાના લાંબા સમય બાદ મોત નોંધાયું, આજે ૩ દર્દી ડિસ્ચાર્જ થયા

37

ભાવનગર જિલ્લામાં ત્રણ મહિનાના ઘણાં લાંબા સમય બાદ આજે એક પુરુષનું મોત થતા હાહાકાર મચ્યો હતો, ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ૬૪ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું.
આજે શહેરમાં ત્રણ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું હતું પણ છેલ્લા ૧૦ દિવસ થી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે, શહેરમાં ૨૮ તથા ગ્રામ્યમાં ૨ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે, જ્યારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૦ પર પહોંચી હતી.જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૫૦૪ થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા, જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૦૪ કેસ પૈકી હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.