ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યાની પ્રેરેક ઉપસ્થિતિમાં શહેર ભાજપ મીડિયા વિભાગની કારોબારી મળી

8

ગત ૨૨-૦૬-૨૦૨૨ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે પંડિત દીનદયાળજી ભવન ખાતે ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગની કારોબારી મળી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ તેમજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીએ નવી નિમણૂકો તેમજ મીડિયા વિભાગે કરેલ કામગીરીનો અહેવાલ આપ્યો હતો, તેમજ આગામી ૨૫ જૂન ૧૯૭૫ ના કટોકટીના કાળા દિવસોની યાદમાં મીડિયા વિભાગ દ્વારા થવી જોઈતી કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા વિભાગની ઉક્ત કારોબારીમાં બોરતળાવ ઝોનના મીડિયા કન્વીનર ભાવેશભાઈ કોટેચા, રૂવાપરી ઝોનના મીડિયા કન્વીનર દર્શનભાઈ ત્રિવેદી, તખ્તેશ્વર ઝોનના મીડિયા કન્વીનર આગમભાઇ શાહ સહિત મીડિયા વિભાગના અન્ય હોદ્દેદારો જેમકે અવિનાશભાઈ વ્યાસ, બિલ્વભાઈ ઓઝા, પ્રશાંતભાઈ દવે, જયેશભાઇ દવે, જિગ્નેશભાઈ ઝાલા, હાર્દિકભાઇ મકવાણા, નમનભાઇ ભટ્ટ, વનરાજસિંહ ચાવડા, મુકેશભાઇ વાઢેર, હાર્દિકભાઇ તેમજ અર્જુનભાઈ જાદવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.