વાલીએ મારું ગળું પકડી ઝાપટ મારી, આચાર્યએ ધમકી આપી

488

સેક્ટર-૨૩ ખાતે આવેલા આર. જી. પટેલ કન્યા માધ્યમિક અને એસ. બી. પટેલ કન્ય ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષિકા પર વાલીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શિક્ષિકા અમિતા પ્રેમઆનંદ મિશ્રા (૪૭ વર્ષ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ સવારે સવા અગિયાર વાગ્યા સુમારે ધો-૧૨ઝ્રમાં અંગ્રેજીના ક્લાસ એક વિદ્યાર્થિની કનડગત કરતી હોવાથી તેને આચાર્યની ઓફિસમાં મોકલી હતી. સાડા બાર વાગ્યે ઈન્ચાર્જ આચાર્ય ગિતેષભાઈ પટેલે તેમને વાલી આવ્યા હોવાથી બોલાવ્યા હતા. તેઓ ત્યાં ગયા ત્યારે એક સ્ત્રી-પુરૂષ હાજર હતા જેઓ શિક્ષિકા સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા.

શિક્ષિકાના આક્ષેપ મુજબ વાલી મારવા દોડી આવતા તેઓ બહાર નીકળી ગયા હતા. તો પાછળ આવેલા પુરૂષે શિક્ષિકાનું ગળુ પકડીને માથામાં ઝાપટ મારી હતી અને હવે અમારી દીકરીને હેરાન કરશો તો જીવતા નહીં રહો તેવી ધમકી આપી જતા રહ્યાં હતા. ઘટના અંગે સ્કૂલના આચાર્ય અને અજાણ્યા સ્ત્રી-પુરૂષ સામે સે-૨૧ પોલીસમાં ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ પાટીલે તપાસ શરૂ કરી છે. ધો-૧૨ઝ્રમાં અંગ્રેજીના ક્લાસ એક વિદ્યાર્થિની કનડગત કરતી હોવાથી તેને આચાર્યની ઓફિસમાં મોકલી હતી. સાડા બાર વાગ્યે ઈન્ચાર્જ આચાર્યએ તેમને વાલી આવ્યા હોવાથી બોલાવ્યા હતા.

શિક્ષિકાના આક્ષેપ મુજબ ઘટના અંગે પોલીસ બોલાવી ત્યારે આચાર્યએ કશુ થયું નથી કહીં તેઓને પાછા મોકલી દીધા હતા. જે અંગે વાત કરતાં ઈન્ચાર્જ આચાર્ય ગિતેષભાઈ પટેલ પણ ગાળાગાળી કરી જેટલા કેસ કરવા હોય કરી લે જેવી ધમકીઓ આપી હોવાનો શિક્ષિકાનો આક્ષેપ છે.

ઘટના અંગે ઈન્ચાર્જ આચાર્ય ગિતેષભાઈ પટેલે કહ્યું હતું કે,‘શિક્ષિકા ૧૦ વર્ષથી સ્કૂલને પરેશાન કરે છે. તેમની સામે ૧૭ જેટલી અરજીઓ થઈ છે. ઘટના બની તે સમયે હું ઓફિસમાં હતો બહાર શું બન્યું ખબર નથી. તેઓ દીકરીઓને બહુ હેરાન પરેશન કરે છે. તેમની સામે ત્રણ વખત તપાસ બેસાડાઈ ચૂકી છે. મારી સામેના આક્ષેપ ઉપજાવી કાઢેલા છે.’

Previous articleવાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવા જિલ્લાની ૯ શાળાની FRCને દરખાસ્ત
Next articleસાબરમતી બે કાંઠેઃ કિનારાનાં ૪૦ ગામને એલર્ટ કરાયાં