રાજુલા સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં સ્ત્રી સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી

470

રાજુલામાં આવેલ સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં સ્ત્રી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઈ. મહિલાઓના બંધારણીય કાનુની, યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.

રાજુલામાં સ્ત્રીશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન રાજુલાની નારી અદાલત તયા ન્યાયિક કાનુની સહાય કેન્દ્ર તથા ગર્લ્સ હાઈસ્કુલના પ્રીન્સીપાલ ચાંદુસર તેમજ સ્કુલના શિક્ષક ગણ દ્વારા કરવામાં આવેલ હતું. નારી અદાલત રાજુલાના આશાબેન તેમજ ન્યાયીકા કાનુની સહાય કેન્દ્રના અરવિંદભાઈ ખુમાણ અને ધવલભાઈ ચોપડા દ્વારા આ સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

જેમાં અમરેલી જિલ્લાના બાળ સુરક્ષામાંથી ગીતાબેન સોલંકી, રાજુલાના આઈબી પીએસઆઈ મોનીકાબેન સુદાણી, મહિલા વિકાસ કેન્દ્ર રાજુલાના ભાવનાબેન બાંભણીયા તેમજ રાજુલા પોલીસ સ્ટેશનમાંથી બીનલબેન તેમજ અરૂણાબેન આ ઉપરાંત ઉત્થાન સંસ્થામાંથી મિનલબેન તેમજ સીએસપીસીમાંથી ભરતભાઈ પરમાર હાજર રહેલ હતાં. આજરોજ આ સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમમાં દરેક વ્યક્તિએ મહિલાઓના બંધારણીય કાનુની યોજનાકિય માહિતી આપવામાં આવી આ ઉપરાંત સરકારી સ્પર્ધાની તૈયારીની પણ માહિતી આપવામાં આવી.

Previous articleભાલ પંથકમાં વરસાદી હોનારતમાં તલાટીમંત્રીઓ રાહત સેવામાં રહ્યા
Next articleબાબરા નગરપાલિકામાં રેઢું પડ અરજદારોને ધરમના ધક્કા