ટોટણા પાસે બનાસ નદીમાં પિતા સાથે નાહવા પડેલા પુત્રનું ડૂબી જવાથી મોત

442

કાંકરેજ તાલુકાના ટોટણા પાસે પસાર થતી બનાસ નદીમાં નાહવા પડેલા પિતા પુત્ર પૈકી પુત્ર ડૂબતા તેનું મોત નિપજ્યું હતું. તરવૈયાઓએ તેના મૃતદેહને લાંબી શોધખોળ બાદ બહાર કાઢ્યો હતો. પિતાની નજર સામે પુત્રનું મોત થતા બાપ ચોધાર આંસુએ રડી પડ્‌યો હતો.

કાંકરેજ તાલુકાના કસરા ગામના પિતા પુત્ર ટોટણા અસાલાડી પાસેથી પસાર થતી બનાસ નદીમાં નાહવા પડ્‌યા હતા. જો કે નદીમાં પાણી ની આવક વધુ હોવાથી જેમતેમ કરીને પિતા મહેબૂબ ખાન બહાર નીકળી ગયો હતો. પરંતુ તેનો પુત્ર અલ્તાફખાન મહેબૂબખાન બલોચ ઉ.વ.૨૦ પાણીના વહેણમા તણાયો હતો અને પાણીમાં ડૂબ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ભેગા થયા હતા અને સ્થાનિક તરવૈયા પણ આવી જતા પાણીમાં ખુબ જ શોધખોળ કરી હતી. પરંતુ સાંજ પડી જતા યુવાન મળ્યો ના હતો. જોકે ડૂબેલા યુવાનાના પિતા મહેબૂબખાને થરા પોલીસને જાણ કરી અને શિહોરી ખાતે મામલતદાર કચેરીએ જાણ કરી હતી. તેથી તાત્કાલિક કાંકરેજ મામલતદાર એમ.ટી. રાજપુત અને કચેરીથી સર્કલ બચુભા સોલંકી અને નાયબ મામલતદાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના અનુપસિંહજી સોલંકી ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓ દ્વારા શોધખોળ કરતા ડૂબનાર યુવાનનો બપોરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ડૂબીને મોતને ભેટલા યુવાનને પી.એમ. કરાવવાનું કહેતા તેના વાલી વારસદારોએ પી.એમ. કરાવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તંત્રએ પી.એમ કરાવવાનું કહેતા મારનારના સગાઓ દ્વારા ઇનકાર કર્યો હતો. જેને પગલે તંત્રએ તેના સગાઓને લાશ સોંપી હતી.

Previous articleબિલોદરા ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ
Next articleરેવન્યુ કર્મીઓ ધરણાં પર બેઠા, ૨૯મીથી હડતાલની ચીમકી