વાઘાવાડી રોડ માધવહિલમાં થયેલ ચોરીના બે આરોપીઓની ધરપકડ

745

ગત તા.૧૭ના રોજ ફરિયાદી સોમીલભાઇ કાંતીભાઇ ડેલીવાલા રહે.પ્લોટનં-૧૦૧ સાસ્વત ફલેટ ડાયમંડ ચોક ભાવનગરવાળા નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે  ફરિયાદ કરેલ કે તા.૧૬-૧૭/૦૮/ર૦૧૯ ના રોજ રાત્રી સમય દરમ્યાન પોતાની ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ માધવહીલ કોમ્પલેક્ષમા મોનીકા એન્ટર પ્રાઇઝ નામની દુકાન બંધ હતી જે દુકાનના અજાણ્યા માણસોએ  તાળા તોડી અંદર પ્રવેશ કરી, દુકાન અંદર રાખેલ લેપટોપ નંગ-૩ તથા મોબાઇલ ફોન -૧ તથા હાર્ડડીસ-૩ મળી કુલ રૂ.પ૯પ૦૦/- ની ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી.  ભાવનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર તથા નિલમબાગ  પીઆઈ  જે.જે.રબારીના માર્ગદર્શન હેઠળ ભાવનગર નિલમબાગ પો.સ્ટે.ના ડીસ્ટાફ ના માણસો સહિતની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં આ પ્રકારના ગુન્હાઓ કરતા ગુન્હેગારો પર ખાસ વોચ રાખવામાં આવેલ તથા ભુતકાળમાં પકડાયેલ આરોપીઓ પર નજર રાખી અંગત બાતમીદારો ને મળી  સીસીટીવી કુટેજ બતાડી ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે તમામ પ્રકારના પ્રયત્નો ચાલુ કરતાં,  ડીસ્ટાફ છ. એસઆઈ એસ.પી.શાહીની ટીમ જેમા ઘનશ્યામભાઇ ગોહીલ, રાજેન્દ્રભાઇ અહીરને અંગત બાતમીદારો મારફત સીસીટીવી કુટેજમા ચોરી કરતા કૈદ થયેલ વર્ણન વાળા બન્ને ઇસમો ભાવનગર પીલ ગાર્ડન અંદર બાકડા ઉપર બેસેલ હોવાની માહિતી મળતા તુરતજ ત્યાં જઇ તપાસ કરતા ફુટેજ ના વર્ણન વાળા બન્ને ઇસમો એક પ્લાસ્ટીકના કંતાનની થેલી સાથે મળી આવતા જે થેલી ચેક કરતા બે લેપટોપ મળી આવેલ જેથી બન્નેની પુછપરછ કરી તથા સીસીટીવ કુટેજ વેરીફાય કરતા મજકુર બને ઇસમોએ મોનીકા એન્ટર પ્રાઇઝ નામની દુકાન અંદર ચોરી કરેલ હોવાનુ જણાતા બન્નેની પ્રાથમીક પુછપરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરતા સદરહુ ગુન્હાની તપાસ પો.સબ.ઇન્સ. એસ.એમ.સીસોદીયા  કરતા હોવાથી તેને ટેલીફોનીક જાણ કરી બોલવાતા તેઓ  બન્ને આરોપી વિજય ઉર્ફે કાન્ચો મનુભાઇ રાઠોડ  ઉ.વ-ર૧ રહે. વર્ષા સોસાયટી મફતનગર સુભાષનગર,  માધવ ઉર્ફે માધ્યો પ્રવીણભાઇ ઉર્ફે પાંચાભાઇ ગોહેલ   ઉ.વ-૧૯ રહે. વડવા વિજય ટોકીઝ હનુમાનજીના મંદીર પાસે ભાવનગર વાળાઓને સદરહુ ગુન્હામા અટક કરી ચોરીમા ગયેલ મુદ્દામાલ લેપટોપ નંગ-ર   કિ.રૂ.૩૦૦૦૦/- ગણી કબ્જે કરવામા આવેલ છે. અને નીલમબાગ પોસ્ટે ના પોલીસ ને ઘરફોડ ચોરીનો ગુન્હો ઉકેલી કાઢવામા સફળતા મળેલ હતી.

Previous articleઘોઘાનો રસ્તો ૧ વર્ષમાં તૂટયો
Next articleજીતુભાઈ વાઘાણી દ્વારા શનિવારે ભાવનગરમાં દહી હાંડી મહોત્સવ