વડવા નેરા પાસેથી અપહરણના ગુન્હાના માસ્ટર માઈન્ડ આરોપીઓ ઝડપાયા

535

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૩૬૩,૩૬૫ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી (૧)ઇમરાન ઉર્ફે કાળુ મહમદભાઇ કુરેશી રહે. કુંભાર વાડા ગુ.હા. બોર્ડ ભાવનગર (ર) શબ્બીરભાઇ રજાકભાઇ હબીબાણી રહે. વડવા બાપેસરા કુવા સિપાય જમાતની સામે ભાવનગર વાળા ભાવનગર વાળા વડવા નહેરા  ચોક ઉપર હોવાની હકિકત મળતા તુરતજ વડવા નેરા ચોક પાસે આવતા મજકરુ બાતમી વાળા ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમોને  પકડી નામ સરનામું પુછતા (૧)ઇમરાન ઉર્ફે કાળુ મહમદભાઇ કુરેશી રહે. કુંભાર વાડા ગુ.હા. બોર્ડ ભાવનગર (ર) શબ્બીરભાઇ રજાકભાઇ હબીબાણી રહે. વડવા બાપેસરા કુવા સિપાય જમાતની સામે ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમો ની  પુછપરછ કરતા તા.૧૫/૦૩/૨૦૧૯ ના રોજ ભાવનગર શાસ્ત્રનગર માં રહેતા મિતુલભાઇ જયુખભાઇ રાઠોડ ના દિકરા ઉવ.૧૨ નું શાસ્ત્રીનગર શેરી નં-૧૨ માંથી અપહરણ કરી લઇ ગયેલ અને તે ગુન્હો નોઘાયેલ હોય તેમાં બીજા સહ આરોપીઓ પકડાય ગયેલ તે ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન.૫૦/૨૦૧૯ ઇ.પી.કો.-૩૬૩,૩૬૫ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય  તપાસ કાગળો સાથે આરોપીઓ ને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવેલ છે.

Previous articleભાવનગરથી પ્રકાશિત થતું બ્રહ્મ સ્વામી મેગેઝીનનું વિમોચન
Next articleઘોઘા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્ત ફરતો આરોપીને ઝડપી લેતી એલસીબી