કલમ ૩૭૦ના સમર્થનમાં ત્રણ યુવકોની બારડોલીથી ગાંધીનગર સુધી સાઇકલ યાત્રા

391

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા થોડા દિવસો પહેલા એક ઐતિહાસિક નિર્ણય કરતા જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દીધી હતી.

આ નિર્ણય સરદાર વલ્લભભાઈ પટેલના અધૂરા સપનાને પૂર્ણ કર્યું હતું. આ સાહસિક નિર્ણયના સમર્થનમાં સરદારની કર્મભૂમિ એવા બારડોલીથી ત્રણ યુવાનો ૩૭૦ કી.મી સાઇકલ રાઈડ કરશે.

સુરત જિલ્લાના બારડોલીના યોગેશ પટેલ, અશોક મકવાણા અને નિલેશ પંચાલ દ્વારા એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક રાઈડના વિચાર સાથે એક અનોખી સાઇકલ રાઈડ કરવામાં આવી છે. સરદારની કર્મભૂમિ બારડોલીથી આ ત્રણે યુવાનો ૩૭૦ ની કલમના નાબૂદીના સમર્થનમાં ૨૪ કલાકમાં ૩૭૦ કિલોમીટર સાયકલ રાઈડ કરી ગાંધીનગર સી.એમ કાર્યાલય પહોંચશે.

આ ત્રણેય યુવકો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લઈ શુભકામના પાઠવશે.  સરદારની કર્મભૂમિ અને તેમાં પણ ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી સાયકલ રાઈડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ત્રણે યુવાનોને સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક દ્વારા ફ્લેગ બતાવી રાઈડની શરૂઆત કરાવવામાં આવી હતી.

Previous articleક્રિકેટ રમી રહેલા યુવાનની હત્યા કરનાર ૪ને આજીવન કેદની સજા ફટકારાઈ
Next articleકેમિકલના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ