જમીનના પ્લોટની વહેંચણી મામલે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઈડીના હુડ્ડા સકંજામાં

358

ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમ પછી હવે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પંજામાં સપડાઇ રહ્યા છે. જમીનના પ્લોટની વહેંચણી સંબંધે થયેલા ભ્રષ્ટાચારમાં તેમના પર આરોપનામું ઘડાયું છે અને ઇડીએ તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા.

હુડ્ડાને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ઇડીના ડાયરેક્ટર એસ કે કાંતિવાલ પોતે પણ કોર્ટમાં હાજર હતા. કોર્ટે હવે પછીની સુનાવણી ૧૬ સપ્ટેંબરે જાહેર કરી હતી. હુડ્ડા પર એવો આક્ષેપ છે કે આશરે ૬૫ કરોડ રૂપિયાનો પ્લોટ તેમણે એસોસિયેટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) કંપનીને માત્ર ૬૯ લાખ ૩૯ હજાર રૂપિયામાં આપી દીધો હતો. હુડ્ડાની સાથોસાથ પીઢ કોંગ્રેસી નેતા મોતીલાલ વોરા પર પણ આ કેસમાં આરોપનામું ઘડવામાં આવ્યું હતું.

ઇડીએ પહેલાં પંચકૂલા સ્થિત સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં આ લોકો સામે તહોમતનામું રજૂ કર્યું હતું. પંચકૂલાના સેક્ટર છમાં એજેએલને સી ૧૭ નંબરનો પ્લોટ પાણીના ભાવે આપવામાં આવ્યો હતો. એજેએલ નેશનલ હેરાલ્ડ દૈનિક પ્રગટ કરતું હતું. એજેએલને આ પ્લોટ આપ્યો ત્યારે હુડ્ડા મુખ્ય પ્રધાન હતા અને તેમણે ગેરરીતિ આચરી હતી એવો તેમની સામે આક્ષેપ છે, જો કે હજુ કોઇની ધરપકડ કરાઇ નથી.

 

Previous articleડાયના પેન્ટીને કોઇ ફિલ્મ ન મળતા ભારે નિરાશ
Next articleપીએમ મોદીના વખાણ કરવાનુ ભારે પડ્યુ, કોંગ્રેસે થરૂર પાસે ખુલાસો માંગ્યો