પીએમ મોદીના વખાણ કરવાનુ ભારે પડ્યુ, કોંગ્રેસે થરૂર પાસે ખુલાસો માંગ્યો

384

કોંગ્રેસના ટોચના નેતા શશી થરૂરને પીએમ મોદીના વખાણ કરવાનુ ભારે પડ્યુ છે. કોંગ્રેસે તેમની પાસે ખુલાસો માંગ્યો છે.

કેરાલાના સાંસદ શશિ થરૂરે કહ્યુ હતુ કે, હું છેલ્લા છ વર્ષથી કહું છું કે, જ્યારે પીએમ મોદી કોઈ સારૂ કામ કરે તો તેમા વખાણ કરવા જોઈએ. એવુ કર્યા પછી જો તેમની કોઈ ભૂલની આપણએ ટીકા કરીશું તો લોકોમાં આપણી વિશ્વસનિયતા વધશે. હું એ લોકોનુ સ્વાગત કરૂં છું જે મારી આ વાતના સમર્થનમાં છે.

જોકે, કોંગ્રેસને થરૂરની વાત પસંદ આવી નથી. કેરાલા કોંગ્રેસના પ્રમુખે શશી થરૂર પાસે આ નિવેદન બદલ ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસના કેરાલા પ્રમુખ મુલાપલ્લી રામચંદ્રને કહ્યુ હતુ કે, થરૂર પાસે અમે પીએમ મોદીના વખાણ કરવા બદલ સ્પષ્ટતા માંગી છે. એ પછી ભવિષ્યમાં તેમની સામે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બીજા બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જયરામ રમેશ અને અભિષેક મનુ સિંઘવીએ પણ ક્હયુ હતુ કે, દરેક વખતે મોદીને નિશાન બનાવીને ટિકા કરવી યોગ્ય નથી. તેમણે લીધેલા કેટલાક સારા નિર્ણયોની પણ વાત થવી જોઈએ.

Previous articleજમીનના પ્લોટની વહેંચણી મામલે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઈડીના હુડ્ડા સકંજામાં
Next articleઆદિવાસી સમુદાય વચ્ચે ખુની ખેલઃ ૩૭ના મોત, ૨૦૦થી વધુ ઘાયલ