આદિવાસી સમુદાય વચ્ચે ખુની ખેલઃ ૩૭ના મોત, ૨૦૦થી વધુ ઘાયલ

333

સૂડાનના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓના બે જુથો વચ્ચેની લડાઈમાં ૩૭ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘર્ષણ કયા કારણે થયું તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. આ બન્ને જુથો વચ્ચે ઘર્ષણ છેલ્લા એક સપ્તાહથી ચાલું હતું. સોમવારે મૃતકોનો આંકડો સામે આવ્યો છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે, આ ખુની જંગ બાની અમેર અને નુબા આદિવાસી સમુદાય વચ્ચે થયો હતો. દેશની નવરચિત સોવેરિન કાઉન્સિલે(સંપ્રભુ પરિષદ) લાલ સાગર રાજ્યના રાજ્યપાલને બરતરફ કરી દીધા હતા. સાથે જ ઘર્ષણ બાદ રાજ્યમાં કટોકટી જાહેર કરી દીધી હતી.

સૂડાનમાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, અત્યાર સુધી પૂરના કારણે દેશભરમાં ૬૦ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦૦ લોકો ઘાયલ થયા છે. ૯૦૦થી વધારે ઘર ધરાશાયી થયા છે. ૩૨ હજારથી વધારે પરિવારો પૂરના કારણે પ્રભાવિત થયા છે.

Previous articleપીએમ મોદીના વખાણ કરવાનુ ભારે પડ્યુ, કોંગ્રેસે થરૂર પાસે ખુલાસો માંગ્યો
Next articleATMથી ૬-૧૨ કલાક બાદ ફરીવખત પૈસા ઉપાડી શકાશે